________________
દેવદર્શન સબંધી શંકા—સમાધાન
[ ૧૮૭
કવચિત્ અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ માનેલી છે. શકા—અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે. તા આજે ઉપદેશમાં ક્રિયા કરવા માટે જેટલા ભાર દેવામાં આવે છે, તેટલા ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ દેવાતા નથી ?
સમાધાન—શ્રી જિનમતના જ્ઞાતા સમર્થ ઉપદેશક શ્રોતાની ચેાગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલા જ ભાર મૂકે છે. પરન્તુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમાણમાં જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. તે જ્યારે થવા માંડે છે ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયાઓ કેટલી પ્રભાવશાલી છે, તેને અનુભવ સા કાઇને સ્વયમેવ પ્રતીતિ ગેાચર થાય છે.
શકા—આશયશુદ્ધિ એટલે શું ?
સમાધાન—આશય એટલે ચિત્તના અભિપ્રાય. પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારના કાઇ પણ આશય– અભિપ્રાય હાયજ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્ર સમ્મઈિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે. તેનું જેમ સારૂં ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી ક્રિયા કરનારના અનુષ્ઠાનને
૧ શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હાતી નથી. પરન્તુ કવ ચિત્ સહસાત્કાર અને અનાભાગ આદિ કારણાએ અશુદ્ધ ક્રિયા થઈ જાય, તેા પણ તેથી અશુભ બન્ય થતા નથી પણ શુભ અન્ય જ થાય છે.