________________
-
--
દેવદરન
ઉત્કૃષ્ટ તીવ્ર સંવેગ. એનાથી ફલની પ્રાપ્તિમાં પણ વિશેષતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીધ્ર, શીધ્રતર અને
શીવ્રતમ ફલની પ્રાપ્તિ થાય છે. શંકા–તીવ્ર સંવેગ કોને કહેવાય? સમાધાન–ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સંવેગ
છે. જેને ભવ પ્રત્યે નિર્વેદ નથી, તે મોક્ષ માટે પ્રયત્ન કરતું નથી. ભવ પ્રત્યે રાગ હેવાથી તેને પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનનું શીધ્રફળ મેળવવા
માટે ભવ નિર્વેદની પરમ આવશ્યક્તા છે. શંકા—ભવનિર્વેદ વિના પણ દેવદર્શનાદિ કિયા થાય છે,
તેનું શું? સમાધાન–ભવનિર્વેદ વિના થતી દર્શનાદિ ક્રિયા, એજ
અશુદ્ધિનું મૂળ છે. ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકાવનાર પણ તેજ છે. ભવનિર્વેદ વિનાના આત્માઓની ધર્મક્રિયા મેટે ભાગે વિષ, ગરલ કે સંમૂઇિમ કિયા હોય છે. કારણ કે તે કિયા કરનારાઓ ભવરાગથી બંધાયેલા હોય છે. એટલે ક્રિયા કરતી વખતે તેમને સંકલ્પ આલેક કે પરલેકના પૌદ્ગલિક સુખાની કામના આદિ માટે હોય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે. કારણ કે કર્મબન્ધ આશયાનુરૂપ માને છે. જેને આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ માનેલી છે અને જેનો આશય શુદ્ધ છે તેની