SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન [ ૧૮૫ શંકા–જેઓએ અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેઓએ ધર્મ ન કરવો જોઈએ? સમાધાન–તેઓએ ધર્મ ન કરવો જોઈએ એમ ન કહેવાય. પરંતુ સાથે સાથે અપુનર્બન્ધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર બનવું જોઈએ. શકા–જેઓ અપુનર્બન્ધક દશામાં જણાવેલા ગુણે લાવવા પ્રયાસ ન કરે, તેઓનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ? સમાધાન–શાત્રે બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે. એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાંબા કાળે ફળવાવાળાં. અપુનર્બન્ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છે અને એ સિવાયના આત્માઓનું ધર્માચરણ ઘણુ લાંબા કાળે ફળદાયી થાય છે. શંકા–અપુનબન્ધક આત્માઓ પણ એક સરખા ફળના લેક્તા થાય છે કે વધતા ઓછા? સમાધાન–ફળની પ્રાપ્તિને આધાર ભાવનાની તીવ્રતા ઉપર છે “પતંજલિ” આદિ અન્યદર્શનકારેએ પણ કહ્યું છે કે"तीवसंवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेषः।" તીવ્ર વેગવાળા આત્માઓને સમાધિની પ્રાપ્તિ આસનશીધ્ર થાય છે. તીવ્ર સંવેગના પણ અનેક પ્રકાર પડી જાય છે. જઘન્ય તીવ્રસંગ, મધ્યમ તીવ્ર સંવેગ અને
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy