________________
દેવદર્શન
૧૯૦ ] શંકા–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવનું
નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની
ભક્તિ થઈ શક્તી નથી? સમાધાન–થઈ શકે છે. તે પણ દર્શન, વન્દન, અર્ચન, પૂજન
અને ધ્યાનાદિ વડે ભક્તિ કરવા માટે મૂર્તિની પરમ આવશ્યતા છે. તે કાર્યો મૂર્તિ સિવાય બની શકતાં નથી. જેઓ મૂર્તિ માનવાનો નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વન્દન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં કર્મનિજેરા અને પુણ્ય બન્ધને નિષેધ કરી ઘોર અંતરાય કર્મને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે" जिणपूआविग्धकरो हिंसाइपरायणो जयइ विग्धं " “શ્રીજિનપૂજામાં અતરાય કરનાર તથા હિંસાદિ કાર્યોમાં
તત્પર રહેનારે અંતરાય કર્મને ઉપાર્જન કરે છે.” શકા–દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન,
સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ
લાભ થાય કે નહિ ? સમાધાન–શ્રી જિનમતમાં દરેક વસ્તુ પિતાપિતાના
સ્થાનમાં એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકનો ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિનો ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક