________________
૧૬૪ ]
ધ્રુવદર્શન
ક્રિયાને અડીને અન્ય ક્રિયાના ( શ્વાસેાશ્વાસ લેવા મુકવાદિ સૂક્ષ્મક્રિયાઓની છૂટ રાખીને ) પરિહાર-ત્યાગ કરવા તે.
યંળવત્તિયાપ–વન્દનનિમિત્ત-વન્દન
એટલે
મન
વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ-કાયાત્સર્ગથી જ મને વન્દનનું ફળ કેવી રીતે મળે ? એ માટે—એમ સર્વત્ર સમજી લેવું. જૂઅળસિયાવ=પૂજન નિમિત્તે-પૂજન એટલે સુગંધી પુષ્પાની માલા ઈત્યાદિથી અભ્યર્ચન.
સાવત્તિયાપસત્કાર નિમિત્ત: સત્કાર એટલે પ્રવર વજ્ર અલંકારાદિવડે અભ્યર્ચન.
સમ્માળવત્તિયાપ=સમ્માન નિમિત્ત: સમ્માન એટલે સ્તુતિ આદિવડે ગુણાન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ. હવે વન્દનાદિ શા માટે? તે કહે છે.
યોધિામવત્તિયાપ=એધિલાભ નિમિત્તે: એષિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ.
* સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરાનાં ચૈત્યાને થાયેાગ્ય વન્દના નિરન્તર કરેજ છે. તાપણુ અધિક અધિક કરવાના ભાવ પ્રદર્શિત કરવા માટે કાયાત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે ભક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કર્મનિર્જરા સધાય છે.
૧ પૂજ્ન અને સત્કારની પ્રાર્યના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવને નિષેધ કેવળ ‘કરવા’ માટે છેકિન્તુ ‘કરાવવા’ અને ‘અનુમેાદવા' માટે નથી. જિનપૂજા કરવી જોઇએ લક્ષ્મીને વ્યય કરવાનું એથી શુભતર કેાઈ સ્થાન નથી, ઇત્યાદિ ઉપદેશ આપવા વડે સગવાનની પૂજા અને સત્કાર કરાવનેા તથા પૂજા અને સત્કાર થતો જોઈને અનુમાબ કરવું, એ સાધુ માટે કર્ત્ત છે,