________________
છે પ્રકરણ–પચીસમું. છેલ્લા સ્થાપના અરિહંતની ભક્તિ. છે
છે
'अरिहंतचेइयाणं करेमि काउस्लग्गं-वंदणवत्तियाए पूअणवत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं ।'
પ્રણિપાત દંડક સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિન મુદ્રા વડે “અરિહંત ચેઇયાણ ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે.
' ચરિતi=પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહંતોના પ્રતિમા લક્ષણ ચૈત્યને, ચિત્ત એટલે અન્ત:કરણ તેને ભાવ અથવા કિયા, તેને ચિત્ય કહેવાય છે. ચૈત્ય ઘણું હવાથી બહુવચનમાં મૂક્યું છે. અરિહંતની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહંતની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચૈત્ય કહેવાય છે. ચૈત્યોને રહેવાના સ્થાનને પણ ચૈત્ય (જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે.
મિ પર્સ=કાયેત્સર્ગ કરું છું-કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી. મૌન ધારણ કરવા રૂપ અને મનથી શુભ ધ્યાન કરવા રૂપ,