________________
શ્રીજિન–ગુણ-સ્તવન-મહિમા
[ ૧૨૭ એએ સંસારને પાતળો કરવાની સાથે પોતાના ઉપર આવેલા ભયાનક કષ્ટો અને આપત્તિઓનું નિવારણ પણ કર્યું છે, તેના સેંકડો દષ્ટાંતે શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે.
સ્તોત્ર કેવું હોવું જોઈએ? “મીમદુસદ્, મત્સ્યગુd gવર શુ ”
શ્રી જિનેશ્વરદેવનું સ્તવન શબ્દથી મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાથોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નિકળે તેવું તથા ગૂઢભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ. | સુવિહિત શિરોમણિ આચાર્ય પુરંદર શ્રી હરિભદ્રસૂર રીશ્વરજી મહારાજા શ્રી ષોડશક” પ્રકરણમાં “ સ્તોત્રમ્ કેવાં હોવાં જોઈએ એ સંબંધમાં ફરમાવે છે કે –
" पिण्डक्रियागुणगतैर्गम्भीरैर्विविधवर्णसंयुक्तैः। __ आशयविशुद्धिजनकैः संवेगपरायणैः पुण्यैः ॥ १ ॥ " पापनिवेदनगभैः प्रणिधानपुरःसरैर्विचित्राऽथैः । अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ॥२॥"
युग्मम् ।
પિંડ–શરીર એક હજારને આઠ લક્ષણોથી યુક્ત, કિયા–આચાર અથવા ચરિત્ર, તે સર્વેથી ચઢીયાતું દુર્જય પરીષહ અને ઉપસર્ગોને પણજીતનારું. તથા ગુણ-શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સહવતિ પરિણામે, કેવલજ્ઞાન, કેવળ-: