________________
શ્રીજિન-ગુણ-સ્તવન–મહિમા
[ ૧૨૫ ઉત્તર–શ્રી જિનેશ્વરદેવના સ્તવન અને સ્તુતિ રૂપી મંગળવડે
જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેધિલાભને ઉપાર્જન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ધિલાભથી સંપન્ન જીવ અન્તકિયા–તેજ ભવને વિષે મેક્ષ પ્રાપ્ત કરનારી આરાધના, તેને યોગ્ય બને છે અથવા વૈમાનિક કલ્પને યેગ્ય આરાધના વડે આરાધક થાય છે–ત્રીજા ભવે મોક્ષ પામવાને લાયક બને છે.
એજ સૂત્રના એજ અધ્યયનમાં ફરમાવ્યું છે કે– ૦ “રસ્થીતરથvi મન્ત ! નિય?” उ० "चउव्वीसत्थएणं जीवे देसणविसोहिं जणयइ।"
પ્રશ્ન–હે ભગવન્! ચતુર્વિ શતિસ્તવ–ચોવીસ અને ઉપલક્ષ
ણથી બીજા સઘળા તીર્થકરોની સ્તુતિવડે જીવ શું
ઉપાર્જન કરે? ઉત્તર-વીસ અને ઉપલક્ષણથી બીજા સઘળા તીર્થકરેની
સ્તુતિવડે જીવ દર્શનવિશુદ્ધિ-સમ્યક્ત્વની નિમેળતાને પામે છે.
“ભક્તામર' આદિ સુપ્રસિદ્ધ સ્તોત્રોના રચયિતા આચાર્ય શ્રી માનતુંગસૂરિજી ભગવાન શ્રીષભદેવસ્વામીની સ્તુતિ કરતાં ફરમાવે છે કે 'त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं,
पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।'
3