________________
શ્રીજિન-પૂજન-વિધિ
[૯૩ દીપપૂજા–દીપક જેમ બાહ્યા અધકારને દૂર કરે છે, તેમ શ્રીજિનેશ્વરદેવની દીપ પૂજા મેહરૂપી અંધકારને નાશ કરે છે.
અક્ષતપૂજા–જેમ અક્ષતવેત અને અખંડહોય છે, તેમ શ્રીજિનેશ્વરદેવની અક્ષત પૂજાથી અક્ષય અને અખંડ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે.
નૈવેદ્યપૂજા–જેમ શ્રી જિનેશ્વર દે નૈવેદ્ય-આહારની મૂછીને ત્યાગ કરી અનાહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્યવડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારો આત્મા પણ આહારના રસની અભિલાષાનો ત્યાગ કરી નિરાહારી તથા નિર્વેદીપદને પામે છે.
ફલપૂજા–ઉત્તમ, તાજાં અને મધુર રસવાળાં ફળવડે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વોત્તમ, અભિનવ અને જ્ઞાનાદિ ગુણોના અનંત રસથી ભરપૂર સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષરૂપી ફુલ મલે છે.
એ રીતે શ્રીજિનેશ્વરદેવના નવ અંગની પૂજા પુણ્યવંત પ્રાણુઓના ઘર આંગણે નવવિધાન પ્રગટાવે છે.
નવગપૂજા વખતે વિચારણા. અષ્ઠપૂજા–શરીરનું સર્વથી જઘન્ય અંગ ચરણ-પગ છે. પ્રભુની અપેક્ષાએ પિતાની અવસ્થા અતિજઘન્ય છે એ સૂચવવા માટે સૌથી પ્રથમ શ્રીજિનચરણના અંગૂઠાની પૂજા છે. અંગુષ્ઠપૂજાથી અતિશય ભક્તિ તથા નમ્રતા સૂચવાય છે