________________
૯૪ ]
દેવદર્શન જાનુપૂજા–બે જાનુ-ઢીંચણના બળે પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા છે, કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા છે અને દેશવિદેશમાં વિહાર કરી અનેક ભવ્ય અને પ્રતિબોધ્યા છે, તેથી પ્રભુના જાનુ પૂજવા યોગ્ય છે.
મણિબંધપૂજા–પ્રભુના બે હાથ વડે કોડે સેનયાનું દાન દેવાયું છે. રેજના એક કોડને આઠ લાખના હીસાબે એક વર્ષમાં ૩૮૮ કોડ ને ૮૦ લાખ સોના મહોરેનું દાન દેવાયું છે અને જગતની દરિદ્રતાને નાશ કરાયો છે. એ કારણે પ્રભુના બે હાથના કાંડા-મણિબંધ પૂજવા ગ્ય છે.
સ્કંધપૂજ–વર્યાન્તરાયકર્મના ક્ષયથી પ્રભુમાં અનંતવીર્ય પ્રગટે છે, તેથી તેમના ખભામાંથી માન જાણે અપમાન પામીને ચાલી ગયું છે. તથા ભૂજાના અપૂર્વ બળ વડે તેઓ સમસ્ત ભવસાગરને તરી ગયા છે. એ કારણે પ્રભુની બને ભુજાઓ પૂજવા યોગ્ય છે.
શિરપૂજા–મોહનીય કર્મને સર્વથા ક્ષય કરી, બારમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, આયુષ્યના અંતે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યકમને ક્ષય કરી, ચેદ રાજલોકના મસ્તકભાગને પ્રભુએ અલંકૃત કર્યું છે. તે કારણે પ્રભુના મસ્તક પર રહેલી શિખા-ચોટલી પૂજવા ગ્ય છે.
લલાટપૂજા-ત્રીજા ભવે સમ્યક્ત્વ સહિત “સવિ જીવ કરૂં શાસનરસીની શુભ ભાવનાપૂર્વક વાસસ્થાનકેની