________________
-
-
કરી
- દેવદર્શન અગ્રપૂજા–પ્રભુની આગળ ધૂપ કરે, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટ મંગળ આલેખવાં, પુષ્પના પગાર ભરવા, ઉત્તમ ફળ મૂકવા, અશન-પાન–ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારનાં નૈવેદ્ય ધરવા, આરતી મંગળદી ઉતારે, ગીતનૃત્ય વાજિંત્રાદિ વગાડવા ઈત્યાદિ.
ભાવપૂજા–ચિત્યવન્દન, સ્તવન, સ્તુતિ, સ્તોત્ર, જપ અને કેટલાક આચાર્ય મહારાજાના મત પ્રમાણે ગીત, નૃત્ય, વાર્જિત્રાદિ પણ ભાવપૂજા ગણાય છે.
પૂજન વખતે ભાવના. જલપૂજા–જેમ જલ પ્રક્ષાલનથી બાહ્ય મલને નાશ થાય છે, તેમ આત્મા સાથે રહેલ કર્મમલ શ્રીજિનેશ્વરદેવની જલપૂજાના અધ્યવસાયથી નાશ પામે છે.
ચંદનપૂજા–જેમ ચન્દનમાં રહેલી શીતલતા બાહ્ય તાપને નાશ કરે છે તેમ શ્રી જિનેશ્વરની ચંદન પૂજાને પરિણામ આંતર તાપને નાશ કરે છે. - પુષ્પપૂજા–જેમ પુષ્પમાં દ્રવ્યથી સુગન્ધ રહેલી છે, તેમ શ્રી જિનેશ્વરદેવના પુષ્પ પૂજનથી આત્મામાં ભાવથી સુગન્ધ પ્રગટે છે–મન શુદ્ધ બને છે.
ધૂપપૂજા–જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી સુગંધી ધૂમાડે ઉત્પન્ન થઈને ઉંચે ચડે છે, તેમ શ્રીજિનેશ્વરદેવની ધૂપ પૂજાથી કર્મરૂપી કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવનારૂપી ધૂ૫ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા ઉંચે ચડે છે.