________________
દુઃખ કયાંથી આવે છે?
માનવજીવન પ્રાપ્ત થયા પછી જેમને વિશિષ્ટ પુદયથી ધનસંપત્તિ મળે છે એવા પુદગલાનંદી જીવે ધનનો વ્યય કરીને આનંદનાં સાધને બનાવે છે. કેટલાક પુષ્કળ પિસ ખરચીને એક બાગ બનાવ્યા પછી તેમાં એક બંગલે બંધાવે છે, અને પછી પસંદગી માટે વાસ્તુ તથા જમણ કરે છે, અને તે પ્રસંગે જનતાને નોતરી બધું ય દેખાડે છે. જે જનતાને પસંદ પડી જાય અને રાજી થઈને બાગ તથા બંગલાની મુક્તકંઠે પ્રશંસા કરે તો બનાવનાર માલિક ખૂબ ફુલાઈને અત્યંત આનંદ અનુભવે છે; પણ જે જનતા નાપસંદ કરી વખેડી કાઢે તો પછી તેને મનમાં ઘણે જ અણગમો થાય છે અને બંગલાને તોડી પડાવીને, જનતાની પસંદગીને જાણનાર શિપીને બેલાવીને ફરીથી નવીન બાગ-બંગલા તૈયાર કરાવે છે. કેટલાક લોકે સુંદર આભૂષણ જનતાને દષ્ટિગોચર થાય તેમ પહેરીને બહાર નીકળે છે. જે જનતાને આભૂષણો ગમી જાય ત્યારે તે પહેરનારને આનંદને પાર નહિં, પણ જે જનતાને પસંદ ન પડ્યાં તે વધુ ધનવ્યય કરીને પણ જનતાને રાજી કરવા ફરીથી નવા તૈયાર કરાવશે. કેટલાક જનતાને ખુશ કરવા કપડાં કરતાં શીવડામણના વધુ પૈસા ખરચીને પણ નવીન ઢબના કપડા શીવડાવી જનતાને પહેરી દેખાડે છે. જે જનતાને આનંદ તે પોતાને પણ આનંદ અને જે જનતા નાખુશ તે પોતે પણ નાખુશઆ પ્રમાણે ધનવાન માણસો જડાસક્ત દુનિયા જે જે વસ્તુઓ મેળવીને અથવા તે જેવા પ્રકારના આચરણો આચરીને આનંદ તથા સુખ માનતી હોય તે તે વસ્તુઓનો પુષ્કળ ધન ખરચી સંગ્રહ કરીને અને તેવા પ્રકારની આચરણ આચરીને પિતાને સુખી માની આનંદ અનુભવે છે.