________________
-
- બોધ સુધા.
૪૧૫ ૪૧૦. શેર પાણી માય તેવું વાસણ કૂવામાં નાંખો કે દરિચામાં નાખો રતિભાર પણ વધારે પાણી નહિ માય, તેવી જ રીતે કલકત્તે જાઓ કે ગામડામાં જાઓ ભાગ્યથી વધારે એક કોડી પણ નહિ મળે. ( ૪૧૧. સ્વાર્થ માટે તે સહુ કોઈનાથ થવા તૈયાર થાય છે; પણ નિઃસ્વાર્થી નાથ તે એક પ્રભુ જ છે.
૧૨. તમારી પાસે મેટાઈ નથી, માટે જ તમે બીજાની પાસેથી મેટાઈની આશા રાખો છો અને બીજાને મેટાઈ આપ શક્તા નથી.
૪૧૩. જેણે તમને મોટાઈ આપી મોટા બનાવ્યા છે, તે મેટો કે તમે મોટાં તેને કદી વિચાર કર્યો છે? .
૪૧૪. તમે નિર્ગુણી પણ ધનવાનની મોટાઈને વધારે પસંદ કરે છે અને ગુણવાન પણ નિધનની મોટાઈથી મેં મરડે છે, આ તે તમારું કેવું ડહાપણ!
૪૧૫. સરળતા રાખી નમીને ચાલનારને તમે હલકો અને નબળે ગણે છે, તે તમારી જ હલકાઈ અને નબળાઈ જાહેર કરે છે.
૧૬. પ્રેમ જોઈતો હોય તે ક્ષમા કરતાં શીખો. ૪૧૭. નમીને ચાલનારનું સહુ કોઈ ભલું ઈચ્છે છે. ૪૧૮. ગર્વથી ગાંડા બનેલાને ખુશામદ બહુ ગમે છે.
૪૧૯. સ્વાર્થ માટે સલામ ભરનારથી ગાવિત થઈ ફૂલનાર મૂર્ખને સરદાર છે.
૪૨. ખોટી પ્રશંસા સાંભળી શરમાવાને બદલે ખુશી થનાર ક્ષુદ્ર પ્રાણી છે.