________________
બંધ સુધા.
: ૩૫ :
wwwwww
w
વસ્તુઓ મેળવવા જેટલું પુન્ય ઉપાર્જન કરશે તો ભાગ્યોદયથી તમે પણ તે વસ્તુઓ મેળવી શકશે.
૨૪૨. સ્વાર્થની પણ મર્યાદા હેવી જોઈએ. અમર્યાદિત સ્વાર્થ જનતામાં તિરસ્કારનું પાત્ર બનાવે છે.
૨૪૩. કરવું પડશે, જવું પડશે, આપવું પડશે ઈત્યાદિ ભાવશન્ય લૌકિક વ્યવહાર એક પ્રકારને દંભ છે અર્થાત્ ઈરછા વગર દાક્ષિણ્યથી, શરમથી કે લોકાપવાદથી બહીને કરવામાં આવતો દરેક પ્રકારને લૌકિક વ્યવહાર, સ્વાર્થ સાધવા માટે સેવાતા દંભને કહેવામાં આવે છે.
૨૪૪. તમને માન ન મળે તે હરકત નહિ પણ અપમાન મળે તેવા કાય, પ્રસંગ, પ્રદેશ અને વર્તનથી વેગળા રહેજો અર્થાત્ અપમાન મેળવશો નહિ.
૨૪૫. પ્રમાણિકતા બાઈને ધનવાન બનાતું હોય તે પ્રમાણિક બને, ધનવાન બનવાની કોઈ પણ જરૂરત નથી; કારણ કે ધનવાન કેવળ અજ્ઞાનીઓને જ પ્રિય અને આદરણીય થાય છે ત્યારે પ્રમાણિક ડાહ્યા માણસને અને પ્રભુને પણ પ્રિય થાય છે
૨૪૬. તમે મજશેખ માટે કરેલા પૈસાના દેવામાંથી તે છૂટી શકશે; પણ અનેક જીવને દુઃખ આપી તેમનો સંહાર. કરી કરેલા તેમના પ્રાણોના દેવામાંથી અનેક જન્મમાં પ્રાણે આપતાં પણ છૂટી શકવાના નથી.
૨૪૭. અદેખાઈ દુઃખેને આવવાને સરળમાં સરળ માર્ગ છે.
૨૪૮. જનતામાં દુગણે પ્રગટ કરવાને ભય બતાવી બીજાની પાસેથી મેળવેલા પિસાવડે પેટ ભરનારાઓ ગીધપક્ષીઓ, કરતાં પણ ઉતરતા દરજજાના છે.