________________
: ૩૯ર :
જ્ઞાન પ્રદીપ, જીવનને ટકાવી રાખવા નિરસ, સાદે, શુદ્ધ અને પરિમિત રાક લેનાર પુરુષ છે, અને વિકાસને ડોળ કરી વિલાસ માટે દેહને દાસ બની ઇન્દ્રિયોને પોષક, મનગમત, સરસ, સ્વાદિષ્ટ અને સદેષ ખેરાક લેનાર ભિખારી છે. - ૨૧૭. ઉચ્ચતમ જીવનમાં જીવનારને બેટી પ્રસિદ્ધિ મેળવવાની ચાહના ન હોવાથી આડંબર કરીને દાંભિક જીવન બનાવવાની સર્વથા આવશ્યકતા હોતી નથી. તેઓ હદયની શુદ્ધિ અને સરળતાથી જીવનને વધારે ઉચ્ચ બનાવવાના અથી હેાય છે.
૨૧૮. સાધુજીવન વ્યતીત કરવાનો ડેળ કરનાર અસાધુતાને દાસ છે.
૨૧૯. પ્રભુમય જીવન બનાવવાને અથ વિષયાસક્ત પામર જીને આશ્રિત બનતું નથી.
૨૨૦. તમે જેમ જેમ જડના આશ્રિત બનશો તેમ તેમ તમારા સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ થશે અને જડથી સ્વતંત્રતા મેળવશે તે દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ થશે.
૨૨૧. કમવિકાસની દિશા બદલાયા સિવાય ધર્મવિકાસ થઈ શક્ત નથી. - ૨૨૨. પ્રભુ પરિમિત પ્રદેશવાળા વાડામાં ગેંધાઈ રહેલા નથી, પણ સર્વ સ્થળે છે અર્થાત્ અધિકારી મનુષ્ય માત્ર પ્રભુને મેળવી શકે છે.
૨૨૩. જીવ માત્ર ધમ છે. જડ વસ્તુઓ પણ ધર્મ વગરની તે નથી જ; પરંતુ ધર્મના વિકાસના માર્ગમાં રહેલા આત્માઓ ઘણા જ થોડા છે.