________________
બોધ સુધા.
: ૩૯ : ૨૦૮. પરેપકારમાં અને આત્મશ્રેયમાં ધન ખર્ચનાર કરતાં જીવન ખર્ચનાર અત્યંત શ્રેષ્ઠ છે.
૨૦૯. મળ્યું છે તેના કરતાં પણ અસંખ્યગણું જે માનવજીવન લાંબુ હોય તે પણ તેની એક ક્ષણ નકામી નથી. જેઓ કહે છે અમે નકામા છીએ, ભૂલે છે; આત્મવિકાસનું ખાસ કામ કરવાનું છે તેમાં જીવનની સર્વ ક્ષણે કામે લગાડીને કિંમતી બનાવી શકાય છે.
૨૧૦. જ્યાં સુધી સંપૂર્ણ આત્મવિકાસ ન થાય ત્યાં સુધી મનુષ્ય નકામે નથી.
૨૧૧. ધન-સંપત્તિની વ્યવસ્થા સહુ કેઈ કરે છે, પણ જીવનસંપત્તિની વ્યવસ્થા કરનાર કોઈ વિરલે જ હેય છે.
૨૧૨. વિષ જેવી પ્રાણઘાતક વસ્તુ કેમ ન હોય, પરંતુ માનવી જ્યાં સુધી ગુણકારી અને લાભકારી માને છે ત્યાં સુધી તે વસ્તુને છોડી શકતો નથી.
૨૧૩. જે વસ્તુને ત્યાગ કરે છે તેના પ્રત્યે વિરક્ત થવાની જરૂરત છે. અને તે વિરક્તભાવ વસ્તુના અવગુણદેષ જેવાથી ઉત્પન્ન થાય છે. માટે જે વસ્તુને છેડવી હોય તે ગુણની જમણું છોડી દઈને તેને વાસ્તવિક દેને જુએ.
૨૧૪. સંસાર ખારે છે, છતાં જડાસક્ત દંડાત્માઓને સારે લાગે છે-મીઠો લાગે છે.
૨૧૫. આત્મસ્વરૂપને ઓળખી આત્મામાં જ રમનાર સંતપુરુષ છે અને ગંદકીની ગટરના કીડાની જેમ પાંચે ઈદ્રિયોના વિષયોમાં જ મગ્ન રહેનાર પામર મનુષ્ય છે.
૨૧૬. આત્મવિકાસના પંથે પ્રયાણ કરીને ઉપગી માનવ