________________
૪ ૩૮૦ :
જ્ઞાન પ્રદીપ.
પહેલાં સારી રીતે વિચાર કરજે, નહિ તે જગતમાં મિથ્યાવાદીનું કલંક તમારા માથે ચેટશે, અને પ્રભુના ગુન્હેગાર બની સજાનું પાત્ર બનશો.
૧૨૩. દુનિયાને ન્યાય આપવાની હોંશ થતી હોય તે પહેલાં ન્યાયમાર્ગે ચાલી, ન્યાયાધીશની ગ્યતા મેળવી ન્યાયાધીશ બને. નહિ તે અન્યાય માર્ગે ચાલવાને અને અનધિકારીપણે ન્યાય આપવાને આરેપ તમારા માથે આવશે અને બેવડી સજા ભેગવવી પડશે.
૧૨. તમને કેઈએ પણ હાથ જોડીને પ્રાર્થના કરી નથી કે તમે અમારા ગુન્હાએ બીજાઓની આગળ કહીને અમારા માટે સજાઓ ઘડીને બહાર પાડે.
૧૨૫. જે માણસ જેટલા માનને લાયક હોય તેનું તેટલું જ માન જાળવવું તે એગ્ય ગણાય, પણ તેનાથી વધુ પડતું માન આપવું તે તેનું અપમાન કરવા જેવું છે.
૧૨૬. જેમ વડ, આંબા, ગુલાબ આદિ ઝાડોને કાપી નાંખીને તેની કલમે કરવામાં આવે છે, જેટલી કલમે કરવામાં આવે છે તેટલા જ નવા આંબા વિગરે તૈયાર થાય છે અને કાપી નાંખેલું ઝાડ ખૂબ ફાલેફુલે છે, તેવી જ રીતે વધારાની ધનસંપત્તિને કાપી નાંખી ગરીબ માણસોને દરિદ્રતાની ભૂમિમાં કલમ કરવામાં આવે તે સંપત્તિના અનેક નવાં વૃક્ષે તૈયાર થાય છે અને સંપત્તિનું મૂળ વૃક્ષ વિવિધ પ્રકારની સંપત્તિથી ખૂબ ફાલે ફૂલે છે.
૧૨૭. પુણ્ય સંગે સંપત્તિ મળ્યા પછી ધનમદમાં આવી જઈને ધનને દુરુપયોગ કરશો નહિ કારણ કે ધનને દુરુપયોગ