________________
આત્મમીમાંસા.
'
: ઉપ૩
ભાવથી શુદ્ધ વસ્તુમાં વિકારી સ્વભાવથી અશુદ્ધ ભળે તે અશુદ્ધ થઈ શકતું નથી, કારણ કે અવિકારી છે-સ્વભાવથી શુદ્ધ છે. સ્ફટિક જેવો આત્મા અવિકારી-શુદ્ધ હોવાથી વિકારી કે અવિકારી શુદ્ધ કે અશુદ્ધ વસ્તુને સંયોગ થવા છતાં આત્મા અવિકારી શુદ્ધ જ રહેવાને-સ્વરૂપમાં જ રહેવાનો. કઈ પણ વિકારી વસ્તુના સંગથી આત્મા વિકારી બની જાય તે પછી તેને જ્ઞાનગુણ નષ્ટ થઈ જાય અથવા તે જે વસ્તુને સંગ થયે હોય તે જ વસ્તુના જ્ઞાનવાળો બને, તેનાથી ભિન્ન ઇતર વસ્તુઓને જાણી શકે નહિ. જેમકે કાગળ વિકારી શુદ્ધ વસ્તુ. અરિ અવિકારી સ્વભાવથી શુદ્ધ વસ્તુ. કાગળ ઉપર ઘડાનું ચિત્ર કાઢીએ તો કાગળ ઘેડાના રૂપમાં વિકૃત થઈ જાય છે. તેના ઉપર માનવીનું ચિત્ર કાઢી શકાય નહિ. અથવા તે ઘડાના રૂપમાં વિકૃત થએલે કાગળ માનવીનું રૂપ ધારણગ્રહણ કરી શકે નહિ. અરિસામાં તેમ નથી, કારણ કે અવિકારી છે. તેથી નર, વાનર, ઘોડો આદિ અનેક વસ્તુઓને ગ્રહણ કરે છે છતાં તે સ્વરૂપમાં વિકૃત થતો નથી. આત્મા પણ અરિસાની જેમ હેવાથી અનંતી વસ્તુને જાણે છે, અર્થાત વસ્તુમાત્રનું પ્રતિબિંબ આત્મામાં પડે છે છતાં આત્મા સ્વસ્વરૂપ બદલતું નથી. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો સુખદુઃખ જેવી કઈ વસ્તુ જ નથી. જડના વિકારમાં ભળી વિકૃત દેખાતે જ્ઞાનનો પ્રકાશ છે, કારણ કે સુખ એટલે જ્ઞાન અને દુખ એટલે પણ જ્ઞાન. જ્ઞાન સિવાય સુખદુઃખ જેવી ભિન્ન વસ્તુ નથી. વિકૃત દેખાતા જ્ઞાનનું નામ જ સુખદુઃખ છે. સાચું સુખ પણ શુદ્ધ જ્ઞાનને જ કહેવામાં આવે છે. શાતા વેદે છે, અશાતા
23