________________
: ૩૩૮ :
જ્ઞાન પ્રદીપ.
છે, છતાં સંસાર ઉપર તેમજ વિષયેા ઉપર અનાદિ કાળના ટિરાગ હાવાથી સ’સાર તથા વિષયેાનું બહુમાન કરે છે. પેાતાનું અહિત કરીને પણ સંસાર તથા વિષાના પક્ષ કરે છે. ઉપરના એ રાગ છેડવા સહેલા છે પણ દૃષ્ટિરાગ છેડવા ઘણા જ મુશ્કેલ છે માટે જ રાગથી મુક્ત થવાના પ્રયત્ન કરવાની જરૂરત છે.
સુખ, શાંતિ તથા નિવૃત્તિ, રાગના અભાવે જ મળી શકે છે. માટે સમભાવ કેળવવા હમેશાં અભ્યાસી ખનવાની જરૂરત છે. વીતરાગના શિક્ષણાલયમાં બેસીને વીતરાગતાનું શિક્ષણ લેવાની સુખાભિલાષીઓને આવશ્યકતા છે. રાગી જ્ઞાની નથી થઈ શકતા. અજ્ઞાની નિઃસ્પૃહી નથી બની શકતા. જ્ઞાનીને આમિરની આવશ્યકતા નથી. જ્યાં આડંબર તથા ડાળ છે ત્યાં દંભ છે. અને જ્યાં દંભ છે ત્યાં વસ્તુ નથી. વાગાડંબરમાં વધુ . દંભ છે. સરળતામાં સ્પૃહા નથી. નિઃસ્પૃહીમાં ઈંભ નથી. જ્યાં ભ નથી ત્યાં અવશ્ય સત્ય છે. જ્યાં સત્ય છે ત્યાં શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે . અને જ્યાં સુખ છે ત્યાં આત્મવિકાસ છે.