________________
: ૩૦ :
જ્ઞાન પ્રદીપ..
વાળો અમુક ટાઈમ સુધી ભલે લાકડીનું આલંબન લે પણ વિલાસ દષ્ટિવાળ લાકડીના નિરંતર આલંબનથી અશક્તિ જ મેળવે છે. અશક્ત બનનારે અશક્તિના આશ્રયસ્થળો સર્વથા છોડી દેવાં જોઈએ.
માટે ક્ષમા-સહનશક્તિ અર્થાત્ ઉદયનું અલક્ષ્ય, સ્કુરણાને અભાવ થયા પછી જ આત્મા નિવૃત્તિમાં આવે છે અને પોતાને વિકાસ મેળવી શકે છે. શાંતિ, આનંદ અને સુખ ત્યાં જ છે. બાકી તો આત્માને ઉચ્ચ કેટીને વિકાસમાગમાં ગમન કરનારે ઓળખાવવા બહારથી ગમે તેટલો ડેળ કરે પણ શાંતિ, સુખ, આનંદ મળી શકતાં નથી.
મેહથી મુક્ત બની સ્વતંત્ર થયા સિવાય અથવા સ્વતંત્ર બનવાની હાર્દિક ઈચ્છા સિવાયની ધર્મના નામે જેટલી બાહ્ય પ્રવૃત્તિઓ કરી ડેળ કરાય છે તે કેવળ આજીવિકાના ધંધા. સિવાય કશું ય નથી, માટે જ્યાં જ્યાં જેટલે-જેટલે અંશે ક્ષમા છે ત્યાં ત્યાં તેટલે તેટલે અંશે ધર્મ છે, વિકાસ છે, સુખ છે, આનંદ છે, શાંતિ છે.
---