________________
| ૩૦૮ :
જ્ઞાન પ્રદીપ.
જ્યાં સુધી ક્ષમા નથી જડતી ત્યાં સુધી અજવાળાની દિશાથી પરામુખ જ કહી શકાય, તે પછી અજવાળામાં ચાલનાર કેવી રીતે કહી શકાય ? અજવાળ વગર તે અનંત કાળ આથડતે ગયે પણ સ્થાન મળ્યું નહિ તેમજ એાળખું પણ નહિ.
ક્ષમા એટલે? સહન કરવું. આ સહન કરવું તે કેવળ અશુભના ઉદય માટે જ હેતું નથી પરંતુ શુભના ઉદય માટે પણ હોય છે. શુભના ઉદયથી મળેલા પૌગલિક સુખના સાધને જેઈને ઘણે હરખાય છે, ઘણે મદગ્રસ્ત થાય છે, ઘણે ક્રોધી થાય છે, ઘણે કામી થાય છે, ઘણે અન્યાયી થાય છે, ઘણે લેભી થાય છે, ઘણે માની થાય છે, ઘણે નિર્દય થાય છે. આ બધું શાનું પરિણામ ? અક્ષમા-અસહિષ્ણુતાનું. અશુભના ઉદયથી થતા અનિષ્ટ પ્રસંગે જેવા કે-રેગ, શેક, દરિદ્રતા, પ્રતિકૂળતા, અપયશ આદિ સુવિદિત જ છે કે જેને માનવીએ ન સહન કરવાથી આ લેકમાં વૈર, વિરોધ, અશાંતિ આદિ ફળોને મેળવે છે ને પરલોકમાં દુર્ગતિની યાતનાઓ ભેગવે છે.
પાંચે ઇદ્રિના વિષયને ઉદયભાવમાં પણ માનવીને ક્ષમાસહન કરવાની અતિ આવશ્યકતા રહે છે. જેઓ વિષને સહન કરી શકતા નથી અને વિકળ થાય છે તેઓની ઉભય લોકમાં માઠી દશા થાય છે.
ક્ષમા એટલે કર્મોના ઉદય માત્રને સહન કરવું, લેશ માત્ર પણ વિકૃતિ ન થવા દેવી. આવી ક્ષમાથી નિર્જરા થાય છે, કમને ક્ષય થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કર્મથી છૂટવાને કેવળ એક જ માગે છે અને તે ક્ષમા છે. - દરેક પ્રસંગો અને સંજોગોને તેમજ વિકારી જગતની પ્રવૃત્તિને જ્યાં સુધી સહન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું નથી,