________________
મેળવશે, કમાશે નહીં.
: ૩૦૫ :
વિકાસ થાય છે, અર્થાત્ પિતાની વસ્તુ મેળવાય છે. વર્તમાન યુગે પૌગલિક વસ્તુઓને વિકાસ કરીને કષાય, વિષય આદિ લૂંટારાઓને જ્ઞાનાદિ ધન લૂંટવામાં અત્યંત સગવડતા કરી આપી છે; તેમજ આત્માઓને નિબળ તથા કંગાલ બનાવવામાં ખૂબ જ ફરતા વાપરી છે. મેહના વિલાસના વિકાસમાં ફસાઈ જઈને આત્માઓ અત્યંત નિર્બળ તથા કંગાલ બની રહ્યા છે. આ કંગાલીયત અને નિર્બળતા પાંચ-પચીશ વર્ષના માનવજીવનના અંતે થનારી અન્ય ગતિઓમાં અત્યંત અનુભવાશે. ત્યાં મન વાળવા કરેલી મિથ્યા ક૯૫નાઓ કંઈ નહિ કરી શકશે અને સાચું હશે તે જ આગળ આવીને ખડું થશે. અત્યારે મિથ્યા કલ્પિત લૌકિક વ્યવહારની સાથે સારો લેકસર વ્યવહાર અણજાણેએ વણી લીધેલ હોવાથી અત્યારનો લોકોત્તર વ્યવહાર પણ વિકાસીઓને વિન્નકર્તા થઈ પડ્યો છે. અત્યારના વ્યવહારને વળગી રહીને વિકાસ સાધવો તે પાણી મેથીને માખણ કાઢવા જેવું છે. અત્યારના કહેવાતા લોકોત્તર વ્યવહારની દિશામાં ગમન કરનારે જરૂર લૌકિક વ્યવહારના વાસમાં જવાનું અને ત્યાં રહીને માનવાને કે હું લોકેત્તર વ્યવહારમાં છું; પરંતુ આવી મિથ્વી માન્યતાથી તે વ્યવહાર, કંઈ આત્મસાધક તે નહિ બને પણ વિકાસને બાધક તે જરૂર બનશે જ.
વિલાસમાં સુખની દઢ શ્રદ્ધા રાખનારી દુનિયાએ કદી સુખ મેળવ્યું નથી તેમજ મેળવવાની પણ નથી. માની લેવા માત્રથી કઈ અછતી વસ્તુ પ્રગટી શકે નહિ. જેમ વિકટ પહાડોની વચ્ચમાં વસનાર વનવાસીઓ પૂર્ણ વિશ્વને જાણી શકે નહિ