________________
૩૦૨ ૩.
જ્ઞાન પ્રદીપ.
વ્યવહાર કેટલે ઉપયોગી છે તે વિચાર કરવાથી જણાઈ આવે છે. ઉપર લખેલ સ્વાધીનતા અને પરાધીનતા તથા નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ જણાવવાનું પ્રયોજન એટલું જ છે કે અત્યાર ના સમયમાં વ્યવહાર પ્રમાણે વર્તવાથી સાચા ત્યાગીને આત્મશ્રેય-આત્મવિકાસમાં અંતરાયરૂપ અને ભેગીને માનસિક શાંતિ તથા નિશ્ચિતતામાં અંતરાયરૂપ પરાધીનતા જોગવવી પડે છે. - આત્મવિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ તથા નિશ્ચિતતા અને શાંતિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિમાં અત્યારના અલ્પરોને વ્યવહાર બાધર્તા થઈ પડ્યો છે.