________________
: ૨૭૬ :
જ્ઞાન પ્રદીપ.
મનમાં વિચરતા હેાવાથી શુદ્ધ ક્રિયા કરી શકતા નથી. મનશુદ્ધિ વગરની ધાર્મિક ક્રિયા એક પ્રકારની વેઠ જ કહેવાય છે. સંસારમાં રહેતા ગૃહસ્થ સત્યાગ કરી શક્તા નથી, સથા નિઃસ્પૃહી સંતપુરુષા જ કરી શકે છે માટે આત્માથી સત્ય ધર્મને ઓળખનાર પણ આત્મશુધ્ધિ માટે ક્રિયા કરી, મિથ્યા દુષ્કૃત દઈ પાછે અશુદ્ધિનાં કારણેા સેવે છે, કારણ કે ગૃહસ્થ છે. ફક્ત પુદ્ગલાની અને આત્માનંદીમાં ફરક એટલેા જ હાય છે કે પુદ્ ગલાનંદી તન્મય થઇને સેવે છે અને આત્માનઢી લુખાશ વૃત્તિથી સેવે અને કાંઈક આછાશ ઉપર આવતા જાય છે. અનાદિ કાળથી અનેક પ્રકારના દાષાથી આતપ્રેત થયેલા આત્મા જલદીથી દેષમુક્ત-શુદ્ધ થતા નથી. શુદ્ધિના માર્ગે વળ્યા પછી અનેક પ્રકારના વિષ્રોને આળગતાં મેળગતાં અનેક ભવ પછી સંપૂર્ણ શુદ્ધિ મેળવી શકે છે. શ્રી મહાવીર પ્રભુ નયસારના ભવથી શુદ્ધિના માર્ગે વળ્યા હતા. તેમને સપૂર્ણ શુદ્ધિ મેળવતાં અનેક ભવ કરવા પડચા. ક્રોડાકોડ સાગરાપમ પછી પાતે સવ દાષાથી મુક્ત થઈ પ્રભુ બન્યા. શુદ્ધિની શરુઆત કરવાને માટે માનવજીવન અત્યંત શ્રેષ્ટતર છે. માનવજીવનમાં તુચ્છ વૈષયિક સુખ વિસારી આત્મશુદ્ધિના સંસ્કાર નાખવામાં આવે તે દરેક ભવમાં શુદ્ધિના માગ અનાયાસે જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. મેાહને નિર્મૂળ બનાવવા માનવજીવન જેટલું સ`સારી કાઇપણુ જીવન સમથ નથી; તેમજ મેાહને સમળ બનાવવાને માટે પણ માનવજીવન જ સમર્થ છે.
માનવી જડ અને જડના વિકારરૂપ જડ જગતના સ્વામી મનવા જેટલી કાળજી રાખે છે અને છૂટથી માનવજીવનના ઉપસેાગ કરે છે તેટલી જ કાળજી અને જીવનવ્યય સમ્યગ્દર્શનાદિ