________________
- સાવધાન સદા સુખી.
: ૨૫૧ ઃ
પ્રમત્તદશા તે વિકૃત વિભાવદશા છે અને તે વિકૃત જગતમાં વિચરવાથી ઉત્પન્ન થાય છે. ભૌતિક વિકારેથી-વિકૃતિથી ચેતનમાં વિકૃતદશા જન્મે છે, પરંતુ ભૌતિક પ્રવૃતિ ચેતનમાં વિકૃતિ કરી શક્તી નથી. વસ્તુમાત્રની પ્રકૃતિ ચેતનમાં થયેલી વિકૃતિની વિનાશ કરવાવાળી છે. આ વાત નીચે લખેલા એક જ ઉદાહરણ થી સ્પષ્ટ સમજી શકાય છે.
આપણે પેરીસ જેવા શહેરમાં ફરવા નીકળીએ એટલે આપણી દષ્ટિમાં દરેક દશ્ય આવે જ છે. આપણું દષ્ટિમાં એક મોટું મકાન આવ્યું એટલે આપણે તે જ સ્થળે થંભી ગયા અને આભા બની અસાવધાનતાથી તે મકાનના વખાણ કરવા લાગ્યા. અહા ! કેવું સુંદર મકાન છે? એની બાંધણું કેવી છે? એમાં ચિત્રવિચિત્ર કેવું કામ બન્યું છે?
આ પ્રમાણે પાર્થિવ વિકૃતિ આપણી પ્રકૃતિમાં વિકૃતિદશા ઉત્પન્ન કરવા સમર્થ બની શકી, પણ આપણે વિકૃતિ તરફ દષ્ટિ ન આપતાં તેની પ્રકૃતિ તરફ દષ્ટિ આપીશું તે તે પ્રકૃતિ એટલે આ મકાનમાં ઇંટ, ચૂનો, માટી, લાકડાં અને લોઢા સિવાય બીજી એવી કઈ વસ્તુ છે કે જેને હું સુંદર માની રહ્યો છું ?
આ વિચાર આવતાં જ ચેતનમાં ઉત્પન્ન થયેલી વિકૃતિને વિનાશ થશે જ.
પ્રકૃતિમાં રહેલા પદાર્થો વિકૃતભાવ પેદા કરી શકતા નથી પણ વિકૃત જ વિકૃતિ કરે છે. પ્રકૃતિ વિકૃતિનું નિમિત્ત-કારણ બની શકતી નથી.
અસાવધાનતા વિકૃતિને ઉત્પન્ન કરે છે અને સાવધાનતા વિકૃતિને વિનાશ કરી પ્રકૃતિને પ્રગટાવે છે, માટે જ અસાવધાન