________________
( ૧૭ )
ખાવામાં અપમાન છે. અજ્ઞાની જીવ વસ્તુસ્થિતિને ન સમજતા હાવાથી પરસ્વરૂપે ઓળખાવાને તથા પ્રશંસા કરાવવાને પ્રયાસ કરે છે જેથી કરીને પરિણામે અનેક આપત્તિવિપત્તિ ભાગવે છે. સ્વ– સ્વરૂપ મેળવ્યા સિવાય પરસ્વરૂપના આશ્રિત હાઇને સ્વસ્વરૂપે ઓળખાવાને અને પ્રશંસા કરાવવાને ડાળ કરનાર અજ્ઞાની જીવતે સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી પણ પરિણામે અધઃપાત થાય છે. જે વસ્તુના જે સ્વામી તથા ભેાકતા હાય છે તે વસ્તુઓ ત્રણે ઢાળમાં તેનાથી એક સમય પશુ છૂટી પડી શકતી નથી અને જે વસ્તુએ છૂટી પડી જાય છે તેને તે સ્વામી તથા ભાતા નથી, તેમજ તેની ઉપર અશમાત્ર પણ તેની સત્તા નથી; એટલા માટે જ તે કાલ્પનિક સુખશાંતિ અને આનંદ કે જે દુઃખ, અશાંતિ અને કલેશરૂપ છે તેને ભલે મેળવે; પણ સાચા સુખ આદિ મેળવી શકવાના નથી.
સંપૂર્ણ વિકાસી વીતરાગ પ્રભુના માંગને અનુસરીને મારી સમજ પ્રમાણે મે વસ્તુસ્થિતિ જાણવાને પ્રયાસ કર્યો છે, છતાં દન મેાહનીયના ક્ષયાપશમની મંદતાને લઇને કયાંય પણ સ્ખલના થઈ હોય તે। મિથ્યા દુષ્કૃત થાઓ અને સાચી તથા સારી રીતે પ્રભુના માને જાણનારા ગુણી પુરૂષ। સુધારી લેશેા. એ જ અભ્યર્થના.
પં. શ્રી વિજયકસ્તૂરસૂરિજી
સવત ૧૯૯૮ વિજયાદશમી પાલણપુર