________________
જીવન મીમાંસા.
: ૨૩૩ :
સ્વરૂપ જન્મ નથી તેમજ સંયોગના વિયાગસ્વરૂપ મરણુ નથી. જે સયોગાની આદિ અંતસ્વરૂપ જન્મમરણ નથી તેવા સંયોગા ને જીવનનું સ્વરૂપ આપી શકાય નહિ. જીવન વ્યવસ્થા માટે સયોગની આદિ અથવા તે સયોગના અંત એ એમાંથી એક તેા અવશ્ય હોવું જ જોઇએ. સદેશ દ્રવ્યોના અથવા તે અસદેશ દ્રવ્યોના, અર્થાત્ બન્ને રૂપીના, બન્ને અરૂપીના અથવા તે અરૂપીના અરૂપી સાથે, તે રૂપીના અરૂપી સાથે સંયોગ અથવા તા વિયોગ થવા જ જોઇએ. આ સયોગવિયોગમાં વિસર્દશતા રહેલી છે. એટલે કે વિયોગ રૂપીની સાથે થાય છે તે સંયોગ અરૂપીની સાથે થાય છે. તેમજ સયોગ રૂપીની સાથે થાય છે અને વિયોગ અરૂપી સાથે થાય છે.
આ અનેક પ્રકારના સ યોગવિયોગમાંથી આત્મા તથા કમના સંયોગવિયોગને આશ્રયીને મુખ્યપણે જીવનવ્યવસ્થા કરવામાં આવી છે. પરિમિત જીવન અને અપરિમિત જીવન; આ બન્ને પ્રકારનાં જીવન કમસ્વરૂપ જડ અને ચૈતન્યના સાદિસાંત તથા સાદિઅનંત સંયોગવિયોગની અપેક્ષાથી કહેવામાં આવે છે. કના સંયોગનું સાદિસાંતપણું તે પરિમિત જીવન અને કમ`વિયેાગનું સાદિ અનંતપણું તે અપરિમિત જીવન. પરિમિત જીવનમાં સ* ના સવથા વિયેાગ થતા નથી; પણ આયુષ્ય`ના સથા વિયાગ થાય છે. આ વિયોગ નવા આયુષ્યક'ના સંચાગસ્વરૂપ હોય છે. આયુષ્યકના સર્વથા વિયેાગ થયા પહેલાં જ જીવનકાળમાં આયુષ્યના સંયોગ થઈ જાય છે અને પૂના આયુષ્યના સવથા વિયાગ થતાંની સાથે જ નવા આયુષ્યનું અનુસ ધાન થઈ નવા જીવનની શરુઆત થઈ જાય છે. આ નવું જીવન પૂર્વના જીવન કરતાં ભિન્ન પ્રકારનું હોય