________________
: ૨૧૦ :
જ્ઞાન પ્રદીપ,
આત્મવિકાસસ્વરૂપ ગુણ સારો અને સર્વોત્કૃષ્ટ હોય છે. આવા સમતા, સમભાવ, શાંતિસ્વરૂપ રમણતા આદિ ગુણેને ગ્રહણ કરવાવાળા આત્માનંદી પુરુષનો અનુરાગ કરવાવાળા અવશ્ય પિતાના આત્માને ગુણી બનાવી પરમકલ્યાણ સાધી શકે છે. દુનિયાની આપત્તિ-વિપત્તિ અને ઉપાધિથી બળેલા અને દુરાચારીઓના સહવાસથી અધઃપતનને માર્ગે વળેલા ભાવના અનિષ્ટથી બચી જઈને શાંતિ મેળવી સદાચારી બની શકે છે અને પિતાના આત્માને ઉન્નત બનાવી શકે છે.
ગુણ અને ધર્મમાં શબ્દાંતર છે પણ અર્થાતર નથી. વસ્તુમાત્રના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે, જેમ કે અગ્નિનો સ્વભાવ દાહકતા, પાણીનો સ્વભાવ શીતળતા, સાકરનો સ્વભાવ મીઠાશ, કરિયાતાનો સ્વભાવ કડવાશ તેમ જ આત્માનો સ્વભાવ જ્ઞાન, દર્શન, જીવન, સુખ અને જડનો સ્વભાવ વર્ણ, ગંધ, રસ વ, વ. આ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને ધર્મ તે જ ગુણ. સ્વભાવ, ધર્મ અને ગુણ ત્રણે એક જ વસ્તુ છે. ફક્ત નામ જ જુદા છે પણ વસ્તુની સાથે તો સ્વરૂપ સંબંધથી રહેવાવાળા છે. વસ્તુને ધારણ કરી રાખે તે ધર્મ, વસ્તુનું અસ્તિત્વ જાળવી રાખે તે સ્વભાવ અને વસ્તુને ઓળખાવે તે ગુણ. જેને મિષ્ટાન્ન બનાવવાની ઈચ્છા થાય છે તે મીઠાશ માટે સાકરને ચાહે છે, જેને તાવ મટાડવાની ઈચ્છા હોય છે તે કરિયાતાને ચાહે છે, જેને તરસ મટાડવાની ઈચ્છા થાય છે તે પાણીને ચાહે છે તેવી જ રીતે જેને સમ્યગ્રજ્ઞાન, દર્શન આદિ આત્મિક ગુણો મેળવવાની ઈચ્છા થાય છે તે જેણે સમ્યગજ્ઞાન, દર્શન, સમભાવ આદિ આત્મિક ગુણોનો વિકાસ કર્યો હોય એવા વિકાસી પુરુષોને ચાહે છે, પણ તેથી વિપરીત ગુણધર્મવાળાને ચાહતા નથી. કદાચ