________________
( ૧૨ ).
નદી છની દૃષ્ટિમાં ભલે માન મેળવે પણ તે સાચું અને સ્થિર રહેવાવાળું નથી. આ માન એક જ જીવનમાં મેળવી શકે છે. મૃત્યુ પછીના જીવનમાં એને અંશ માત્ર પણ હેત નથી, કારણ કે માત્ર દેહને આશ્રયીને માન મેળવવા પ્રયાસ કરેલો હોય છે અને તે દેહ છૂટી ગયા પછી આત્માને તેમાંનું કશું પણ મળતું નથી. જીવન દરમિયાનમાં અનેક પ્રકારના કાર્યો કરે છે. દ્રવ્ય એકઠું કરે છે, મકાન બંધાવે છે, અનેક જીવોને કષ્ટ આપી મોજશોખનાં સાધન એકઠા કરી તેને ઉપયોગ કરે છે અને જગતમાં મેટા તરીકેની કીતિ મેળવે છે; પરંતુ તે દેહની સાથે નાશ પામી જાય છે. પરલેકમાં તેમનું આત્માની પાસે કશું ય રહેતું નથી; એટલું જ નહિ પણ જન્માંતરમાં આત્મા અપમાનનું પાત્ર બને છે, માટે દેહને આશ્રયીને મેળવેલાં માન, પ્રતિષ્ઠા સાચાં નથી. નામધારી દેહની પ્રસિદ્ધિ થવાથી આત્માની પ્રસિદ્ધિ થતી નથી, કારણ કે નામધારી દેહ આત્માથી જુદ છે અને તેની પ્રસિદ્ધિ પૌગલિક વસ્તુઓના સંયેગથી થાય છે. પૌગલિક વસ્તુઓના ગુણધર્મ પુદગલસ્વરૂપ દેહને વિકાસમાં લાવી શકે છે, પણ આત્માને વિકાસમાં લાવી શકતા નથી. આત્માને વિકાસમાં લાવી તેની મહત્વતા વધારનાર તો સમ્યગજ્ઞાન દર્શનાદિ ગુણો જ છે અને તે પૌદ્ગલિક વસ્તુઓના ત્યાગથી પ્રગટ થાય છે. સમ્યગાનાદિ ગુણે પ્રગટ થવાથી આત્મા સાચી મહત્ત્વતા મેળવી શકે છે કે જે સાચી અને ચિરસ્થાયી હોય છે; કારણ કે સમ્યગૂજ્ઞાનાદિ પ્રાપ્ત થયા પછી આત્મા જન્મમરણમાંથી મુક્તિ મેળવે છે, કે જેને મેળવ્યા પછી પોતાની મહત્ત્વતા શાશ્વતી બનાવે છે.
પિતાની સત્ય અને શાશ્વતી વસ્તુનું માન મેળવવા પ્રયાસ કરનાર સંસારમાં મહાન બની સર્વને પૂજ્ય બની શકે છે, કારણ કે તે પરને ( દેહને ) માન મળવાથી રાજી થતો નથી તેમજ