________________
: ૧૭૯ :
જ્ઞાન પ્રદીપ.
આપત્તિ-વિપત્તિને સમભાવે સહન કરીને વિશિષ્ટતમ નિજ રાદ્વારા વિશિષ્ટતમ આત્મવિશુદ્ધિ મેળવેલી હોય છે. આત્મગુણઘાતી
હાદિ ચારે કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ આત્મલક્ષમીથી સમૃદ્ધ થયેલા હોય છે. આત્મવિકાસરૂપ અતિશચના પ્રભાવથી પ્રાણીઓ જન્મના વેર ભૂલી જાય છે અને પવિત્ર વચન સાંભળી પિતપેતાની ભાષામાં સમજીને બેધ પામે છે. તેઓ ક્ષણિક પરસ્વરૂપના ભક્તા હોતા નથી પણ નિત્ય સ્વસ્વરૂપના જ ભેક્તા હોય છે. આવા દેવાધિદેવની ઉપાસના અનંત જ્ઞાન, દર્શન, જીવન, સુખ આદિ આત્મિક ગુણેને વિકાસ કરવાવાળી હોય છે. આત્મિક ગુણને વિકાસ મેળવવાના હેતુથી કરવામાં આવતી એમની ઉપાસના સાચી ઉપાસના કહેવાય છે અને પૌગલિક વસ્તુઓ માટે કરવામાં આવે છે તે અજ્ઞાનતાની સૂચક છે, માટે વીતરાગ દેવની ઉપાસના વીતરાગ દશા મેળવવાને માટે જ કરવી જોઈએ, જેથી કરીને જન્મ, જરા, મરણ ટળી જવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે અને શાશ્વતું સુખ મેળવી શકાય છે.