________________
~-~
વિકાસના બાધક કેણ ? : ૧૫૯ ?
- ~~-~-~-~~-~ અત્યંત આનંદ અનુભવે છે. અનુકૂળ પૌગલિક વસ્તુઓ ભેગવવામાં સુખીપણાની માન્યતાથી આત્મિક સુખ ભૂલી જઈને પૌગલિક સુખમાં જ મગ્ન રહે છે, એટલા માટે જ એને વિલાસ કહેવામાં આવે છે. | વિકાસ અને વિલાસની ભિન્ન ભિન્ન દિશાએ છે, કારણ કે વિલાસના અભાવથી વિકાસ થાય છે. જ્યાં સુધી વિલાસની હયાતી હોય છે ત્યાં સુધી વિકાસનું એક પણ કિરણ ફૂટતું નથી. વિકાસ કેવળ આત્મસ્વરૂપ છે અને તે અવિનાશી છે જ્યારે વિલાસ પરપગલિક સંગથી ઉત્પન્ન થનારે અને વિભાવ સ્વરૂપવાળો હોવાથી વિનાશી છે. વિલાસ, નથી આત્મસ્વરૂપ કે નથી પુગલસ્વરૂપ, પરંતુ આત્મા તથા પુદગલના સંગથી ઉત્પન્ન થનારું અનિશ્ચિત સ્વરૂપ છે, માટે જ વિનાશી છે. વિકાસ આત્મસ્વરૂપ હેવાથી નિશ્ચિત સ્વરૂપ છે અને તેથી જ અવિનાશી છે.
વિકાસ સાધનાર આત્માઓએ વિલાસથી સવથા વેગળા રહેવાની જરૂરત છે, કારણ કે વિલાસ, વિકાસ માટે તદ્દન બીનઉપયોગી છે. વિલાસ વિકાસને અટકાવે છે એટલું જ નહિ પણ આત્મસ્વરૂપને વિનાશ કરે છે. વિલાસથી પુન્યનું ફળ ભેગવાય છે પણ પુણ્યકર્મ બંધાતું નથી. તે પછી વિકાસની તો વાત જ કયાં રહી? જ્ઞાની પુરુષ સમભાવે પુન્યનું ફળ ભેગવે છે ખરા પણ તે વિલાસ કહેવાતું નથી, કારણ કે જ્ઞાનીઓને વસ્તુસ્થિતિનું જ્ઞાન હોવાથી પગલિક વસ્તુઓમાં આસક્તિભાવ હેતું નથી, તેમજ ક્ષણવિનશ્વરરૂપ એક જ સ્વભાવવાળા પુદગલમાં અનુકૂળતા પ્રતિકૂળતારૂપ ભિન્નતા અનુભવતા નથી અને તેથી કરીને પુગલમાં સારા-નરસાપણાની ભાવના ન હોવાથી