________________
: ૧૫૮ :
જ્ઞાન પ્રદીપ.
વર્ણ, કાનથી શબ્દ, નાકથી ગંધ, જીભથી રસ અને શરીરથી સ્પશને ગ્રહણ કરીને મધ્યસ્થ ભાવ, હગ અને શેક એમ ત્રણ અવસ્થાઓ અનુભવે છે.
આત્માને ઉદાસીનતા તથા શકનો અનુભવ કરવા છતાં પણ મનમાં આનંદ ઉત્પન્ન થવાથી વિલાસ કહેવાતા નથી, કારણ કે ઈન્દ્રિયોને ન ગમે તેવા વિષયોને સંસર્ગ થવાથી અધિષ્ઠાતા આત્મા તેવા વિષયોને પ્રતિકૂળ માને છે અને તેથી કરીને શેકગ્રસ્ત થાય છે અને પ્રતિકૂળ સંયોગની નિરંતરની ચિંતાથી દુઃખી રહે છે, માટે જ પ્રતિકૂળ વિયેને ઉપગ એ વિલાસ નથી.
જે વિયોને સંસગ થવાથી રાગ-દ્વેષની પરિણતિ થતી નથી, અને જેને લઈને અનુકૂળતા તથા પ્રતિકૂળતાને અવકાશ ન મળવાથી હર્ષ, શોક પણ ઉત્પન્ન થતો નથી તે મધ્યસ્થભાવ કહેવાય છે. આ ભાવમાં પણ આનંદ, હર્ષ, ખુશીને સ્થાન મળતું નથી; માટે મધ્યસ્થભાવની વૃત્તિઓ પણ વિલાસ કહેવાય નહિં.
સંસારની કેટલીક પીગલિક વસ્તુઓમાં પણ જીવને સમભાવ રહે છે. બધી વસ્તુમાં વિષમભાવ રહેતો નથી. જે વસ્તુઓ બીનઉપયોગી તથા લાભ કે હાનિ કરવાવાળી હોતી નથી તેવી વસ્તુઓમાં રાગ-દ્વેષ કરવાને પ્રસંગ છે બને છે.
ધાર્મિક વાચનથી કે ધાર્મિક ઉપદેશ શ્રવણ કરવાથી તેમજ સ્પર્શ બેધવડે વસ્તુસ્થિતિની વિચારણા કરવાથી પણ રાગ-દ્વેષને અવકાશ મળતું નથી અને સમભાવે પૌગલિક વસ્તુઓને ઉપભેગ કરે છે, જેથી કરીને મધ્યસ્થભાવે રહેવાથી વિલાસીની પંક્તિમાં ભળી શકતા નથી.
મનગમતા વિષયમાં જીવેને ઘણી જ અનુકૂળતા રહેવાથી