________________
: ૧૩૨ :
જ્ઞાન પ્રદીપ.
તથા પરિમિત જીવનને બચાવી શકે છે અને ભાવપ્રકાશ આત્મા તથા અપરિમિત જીવનની રક્ષા કરે છે.
જ્ઞાનથી આત્મદર્શન થાય છે, આત્મામાં રહેલી વિભૂતિ જણાય છે, આત્માની સાથે ભળી ગયેલા મેલ-કચરા પણ જણાય છે, આત્મા તથા જડનો ભેદ સમજાય છે. આત્માનુ શુદ્ધ સ્વરૂપ તથા જડનું અશુધ્ધ સ્વરૂપ જણાવાથી બન્નેની મુક્તિ માટે રુચિ ઉત્પન્ન થાય છે, પરિણામે ઉભયની મુક્તિ મેળવી શકાય છે. આત્માથી જડને મુક્ત કરવામાં આવે છે અને જડથી આત્માને મુક્ત કરવામાં આવે છે. આ પ્રમાણે સ’સારમાં ઉભયના વિયેાગને મુક્તિ કહેવામાં આવે છે.’
આ પ્રમાણે મંદતર પણ સમ્યગજ્ઞાન આત્માની સંપૂર્ણ વિભૂતિના વિકાસમાં (મુક્તિમાં) પર`પરાથી કારણ થઈ શકે છે
ક્ષાયિક જ્ઞાન–કેવલજ્ઞાન–માં ભેદ હાતા નથી, તે એક જ પ્રકારનું હાય છે અને તે આત્માનો સંપૂર્ણ વિકાસ છે. આ જ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે. સમીપમાં રહેલી તથા દૂર રહેલી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુ માત્રને સ`પૂર્ણ સર્વ અવયવ સહિત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે. આ દિવ્ય પ્રકાશ છે. દીપકામાં અંધારાની તારતમ્યતા રહેલી હાય છે, પરંતુ આ પ્રકાશમાં લેશમાત્ર અંધારું હાતુ નથી-આ પ્રકાશને જ આત્મસ્વરૂપ કહેવામાં આવે છે. અનતા ભિન્ન ભિન્ન પ્રકારના દીપક, અનંતા ગ્રહેા, નક્ષત્રા, તારાઓ તથા અનતા ચદ્રોના પ્રકાશ એકત્રિત કરવામાં આવે તે પણ તે પ્રકાશ સૂર્યનાં એક કિરણની તેાલે આવી શકતા નથી, તેવી જ રીતે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યાય આદિ અનેક પ્રકારના ક્ષાયેાપશમિક જ્ઞાનાને