________________
વિચારશ્રેણી
: ૧૦૫ :
ધર્મના કાર્યમાં ધન વાપરનારાઓમાં બે પ્રકારના માનવીઓ હોય છે. એક તે અહીંયાં ધનસંપત્તિ મળે અને શરીરે સુખી રહી વૈષયિક સુખ ભેગવાય અને પરલોકમાં સારી ગતિ તથા વૈષયિક સુખ સારા મળે તેમજ બીજા કર્મોની નિર્જરા થાય, ભવ ઓછા થાય ને જલદી મુક્તિ મળે.
કેટલાક નામનાને માટે ધન વાપરે છે. તેમને પણ પૌગલિક સુખની ઇચ્છા તે ગૌણપણે રહેલી હોય છે.
દાન આપીને પદ્ગલિક સુખોની ઈચ્છા રાખવી તે ધર્મ નથી, પણ એક પ્રકારને વ્યાપાર છે. જેમ કેઈ માણસ બજારમાં જઈ વસ્ત્ર, ઘરેણાં કે ભેગેપગની કોઈપણ વસ્તુ મેળવવાની ઈચ્છાથી દુકાનદારને પૈસા આપે છે અને જોઈતી વસ્તુ ખરીદે છે તેવી જ રીતે જે દાન આપી પૌદ્ગલિક સુખની ઇચ્છા રાખે તે તે દાન ધર્મ નહિ પણ પૈસા આપી વસ્તુ ખરીદવાની જેમ વ્યાપાર જ ગણાય.
કેટલાક શ્રીમતે ધનના મદથી ગરીબ માણસેને તિરસ્કારે છે અને તેમને હલકા મવાલી સમજે છે, માટે જ ગરીબવર્ગ ધનવાનોની અદેખાઈ કરી તેમનું ભૂંડું ઈચ્છે છે. જે ધનવાન નમ્ર બનીને ચાલતું હોય, દરેક મનુષ્યો સાથે પ્રીતિ રાખી તેમને ઉચિત આદર કરતે હોય તે તેનું કેઈપણ ભૂંડું ઈછે નહિ. અને જે અવસરે દીનદુઃખીયાને સાદ સાંભળી કાંઈક ઉદારતા દર્શાવતું હોય તે સંસારમાં ગરીબવર્ગ તેનું ભલું ઈચ્છી દાસ અન્ય રહે.