________________
હ૦૦૦૦૦૦૦૧૦૦૦૦૦૦૦૦૦૦
% ૪૦૦૦૦૦૦૦૦૦૦૦
e0ed
જ0
oooooooooooooooo વિચારશ્રેણી. ooooooo (૧૩) Dec પ્રભુતા જોઈતી હોય તે સાચે પ્રભુ બન. પ્રભુ સાથે તન્મય થઈ જા, એટલે શીધ્ર પ્રભુ બની જઈશ. દીવાથી દીવો સળગાવી લે, જે પછી કેવું અજવાળું થાય છે. અનંતા સૂર્ય એકઠા થાય તે પણ તે અજવાળાના અનંતમાં અંશની પણ બરાબરી કરી શક્તા નથી. અનંતા સૂર્યના અજવાળામાં જે વસ્તુ જણાતી નથી તે વસ્તુ પ્રભુથી મેળવેલા પ્રકાશમાં જણાય છે.
તું અંધારામાં ઘણું મૂંઝાયે, હવે તે અજવાળું કર. આગળ અંધારું, પાછળ અંધારું, વચમાં ઘણે જ મંદ પ્રકાશ છે. એટલા પ્રકાશે શું થાય? ભૂતકાળ શું થયું, ભવિષ્યકાળમાં શું થશે, છે ખબર? વર્તમાનકાળે કાંઈ જાણે છે તે પણ ઝાંખું ઝાંખું.
સહુ કોઈ ભવિષ્યને જાણવાની ઈચ્છા રાખે છે, ભૂતને કઈ પણ જાણવા ઈચ્છતું નથી, પરંતુ ભૂતને જાણ્યા સિવાય ભૂલે સુધરવાની નથી. ભવિષ્ય જાણીને શું કરશે? રાગદ્રવ વધારશે,