________________
૧૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
કહી વાદ કરી નમુચીને નિરૂત્તર કર્યો ! તેથી તે મંત્રીને સાધુઓ પર દ્વ થયે. રાત્રીએ ચોરની પેઠે એક જ મુનિ વધ કરવા આવ્યા. દેવે તેને થંભીત કરી દીધો. પ્રભાતે તે આશ્ચર્ય જોઈ રાજાએ ત્થા લોકેએ તેને અત્યંત તીરસ્કાર કર્યો તેથી શરમાઈને ત્યાંથી નીકળી હસ્તિનાપુર જઈ મહાપદ્મ ચકીને મંત્રી થયે. એક વખત તેણે સિંહબાળ નામે પલિપતિને રંજાડ કરતે બાંધીને ચક્રવર્તિ પાસે ખડો કર્યો ત્યારે ચકિએ નમુચીને કહ્યું કે તેને જે ઈષ્ટ હોય તે માગી લે. તેણે કહ્યું અવસરે માગીશ. પૂર્વે મહાપદ્ધ જ્યારે યુવરાજ પદે હતા ત્યારે તેની માતા જવાલાદેવીએ જિનરથ કરાવ્યું અને ઓરમાન માતાએ બ્રહ્મરથ કરાવ્યું. પ્રથમ રથ ચલાવવા બંનેને વાદ થતાં પશ્નોત્તર રાજાએ બંને રથ રોકી દીધા. તેથી માતૃભક્ત મહાપદ્મ કેઈને જણાવ્યા સિવાય પરદેશ ચાલ્યા ગયા અને એક મોટા જંગલમાં તાપસના આશ્રમે આવી ચડયા. તાપસોએ સન્માનથી રાખ્યા. આ તરફ ચંપા નગરીમાં જનમેજ્ય રાજા રાજ્ય કરતા હતા. તેના ઉપર કાળ નરેન્દ્ર ચઢાઈ કરી તેમાં જનમે હારી જતાં નાસી ગયે. તેની નાગવતી નામે રાણી પિતાની મનાવલી નામે પુત્રીને લઈ અહિં તાપસાશ્રમમાં આવી. મહાપદ્મ તથા મદનાવલીને પરસ્પર પ્રેમ થયો તે કુલપતિ તથા નાગમતિએ જાણ્યું. નાગમતીએ મદનાવલીને કહ્યું કે તું ચક્રવર્તિની પત્નિ થવાની છે. તે જ્યાં ત્યાં શા માટે પ્રેમ કરે છે! કુલપતિએ મહાપદ્યને ચાલ્યા જવાનું કહેતાં તે મદનાવલીને સંગમ પામી