________________
૧૩૮
શ્રો ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
સાગરપર્યત ભરતને ત્યજીને રજોગુણ રહિત ભગવાન અરનાથ મેક્ષે ગયા. પૂર્વવિદેહની મંગલાવતી વિજયમાં રત્ન સંચયાપુરીમાં મહિપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. ગુરૂમુખથી ધર્મ સાંભળી રાજ્ય તજી દીક્ષા લીધી. એકાદશી અંગ ભણીને ગીતાર્થ થએલ વિશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. અંતે કાળ કરી સર્વાર્થ સિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રના. હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામે રાજાની દેવી રાણીની કુખે ઉત્પન્ન થયા. પૂર્ણ માસે ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ થયો. તેમનું સ્વપ્નાનુસારે અર નામ પાડ્યું. છપન દિગકુમારી અને ચોસઠ ઇન્દ્રોએ જન્માભિષેક ઉજવે. એકવીસ હજાર વર્ષ પછી પિતાએ તેમને રાજ્ય સેપ્યું. એકવીસ હજાર વર્ષ માંડલીક રાજાપણે રાજ્ય ભેગવ્યું પછી ચકરત્ન ઉત્પન્ન થતાં ચક્રને અનુસારે ષટ ખંડ સાધી ચક્રવતિ થયા ને એકવીસ હજાર વર્ષ ચક્રવતિનું સુખ જોગવ્યું. પછી લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા ચકીએ વરસીદાન આપી. સંયમ લીધું. ત્રણ વર્ષ છઘસ્થપણમાં વિચર્યા બાદ તેમને કેવળજ્ઞાન થયું, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થકરપણે. ભવ્ય જીને પ્રતિબંધ કરતા એકવીસ હજાર વર્ષ કેવળી. પર્યાય પાળી અન્નાથ પ્રભુ સમેતશિખર પર આવી એક મહીનાનું અનશન કરવા પૂર્વક કુલ રાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવી નિર્વાણ પામ્યા. દેએ નિર્વાણ મહોત્સવ ઉજજો.