________________
૧૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
રીત શિક્ષા પામેલે ઘડે કુમારને દૂર ખેંચી ગયો. રાજાને ખબર પડતાં તેઓ પરિવાર સહિત કુમારને શોધવા નિકળ્યા. એ વખતે પ્રચંડ વાયુ વાતાં માર્ગ દેખાતે બંધ થયો. ત્યારે મહેન્દ્રસિંહ રાજાની આજ્ઞા માગી કુમારને શોધવા મહાટવીમાં પિઠો. શેધવામાં એક વર્ષ નિકળી ગયું ત્યારે એક સવર પાસે આવ્યો. ત્યાં તેણે કમળને પરિમલ હું તથા મધુર ગીત સાંભળ્યું. તે સ્થળે જતાં સનકુમાર નજરે પડે. મહેન્દ્રસિંહને આશ્ચર્ય થયું. તે વખતે એક બંદીજને સનકુમારના ગુણ કુલ વંશ સાથે ગાતાં તેને સનકુમાર વિષે ખાત્રી થઈ એટલે સનકુમાર પાસે જતાં સનકુમારે તેને ઓળખી લીધે અને પગમાં પડેલા મહેન્દ્રસિંહને ઉઠાડી દઢ આલીંગન આપ્યું, પછી પુછયું કે તમે એકલા જ કેમ આવ્યા? હું અહિં છું એવી ખબર શી રીતે મળી? મહેન્દ્રસિંહ તે સઘળો વૃતાંત જણાવે તે પહેલાં તે વારાંગનાએ તેને સ્નાન વિલેપન કરાવ્યું. પછી બન્ને મિત્રો સાથે જમ્યા. એટલે મહેન્દ્રસિંહે સનકુમારને તેની હકીક્ત પુછી. સનકુમારે પિતાનું ચરિત્ર પિતાને મેઢે કહેવું ઠીક નહિ લાગતા તેણે પિતાની સ્ત્રી વિપુલમતિ વિદ્યાધરીને ઈશારો કર્યો. તે કહેવા લાગી. કુમારને ઘોડે દૂર જંગલમાં લઈ ગયો. ભૂખ તરસથી વ્યાકુળ અને થાકેલે ઘેડ જીભ બહાર કાઢી ઉભો રહ્યો ત્યારે કુમાર ઘોડા પરથી ઉતર્યા. થોડીવારમાં તે ઘોડે મરણ પાસે એટલે કુમાર પગે ચાલતા સપ્તઋદના વૃક્ષ નીચે વિસામે લેવા બેઠા. કુમારના પુણ્યપ્રભાવે ત્યાં રહેલા યક્ષે શીતળ જળ પીવા આપ્યું. કુમારે તે યક્ષને પુછ્યું કે તમે