SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શીતલસ્વામી જે દિન રે દીઠો તુજ દેદાર રે; તે દિનથી મન માહરે, પ્રભુ લાગ્યું તાહરી લાર, તુ ૨ મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદ ચકોર રે; તિમ મુજ મનને તાહરી, લાગી લગન અતિ જેર. ભરે રેવર ઉલટે રે, નદીયા નીર ન માય; તે પણ યાચે મેઘરે, જેમ ચાતક જગમાંય. તેમશું. ૪ તેમ જગમાંહિ તુમ વિના રે, મુજ મન નાવે કે રે; ઉદય વદે પદ સેવના રે, પ્રભુ દીજે સન્મુખ હેય, તુમણું૦ ૫ જિનેશ્વદેવ! મને તમારી સાથે એ રંગ લાગ્યા છે કે મારી સાતે ધાતુ તમારા પ્રત્યેના ભક્તિરંગથી રંગાઈ ગઈ છે. ૧ હે શ્રી શીતલનાથ પ્રભુ! મેં જે દિવસે તમારી મૂર્તિ જોઈ તે દિવસથી મારું મન તમારા ઉપર લાગ્યું છે. ૨ જેમ ભ્રમર માલતી પુષ્પને ચાહે છે, ચકોર પક્ષી જેમ ચંદ્રને ઈચ્છે છે, તેમ મારા મનને તમારી લગની અત્યંત જોરદાર લાગી છે. ૩ સરોવર પાણીથી છલોછલ ભરાયેલા હોય, નદીઓમાં પાણી માતું ન હોય, તે પણ જેમ ચાતક પક્ષી જગતમાં મેઘને જ યાચે છે-મેઘ પાસે માગણી કરે છે. ૪ તેમ તમારા સિવાય મારા મનમાં કોઈ આવતું નથી. શ્રી ઉદયવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મને સન્મુખ થઈ તમારા ચરણની સેવા આપે. ૫
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy