SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરનિર્માણ અને મૂર્તિપૂજા. " અનુભવસિદ્ધ જ્ઞાની પુરૂષોએ પિતાની કૃતિઓમાં ગાયું છે કે દેહ ગેહ સેહાવીએ, મન દેરાસર ખાસ. (પં. શ્રી ખિમાવિજયજી મ. કૃત સ્તવનમાંથી.) “ રહો રેવા ગ્રોવતઃ ” એ ઉક્તિ અનુસાર અહીં દેહની અંદર મંદિરની ભાવના કરવામાં આવી છે. મંદિરમાં જેમ સભામંડપ, રંગમંડપ અને ગર્ભગૃહ (ગભારે) હોય છે, તેમ મનુષ્યદેહમાં ઔદારિક શરીર, તેજસ શરીર અને કાર્પણ શરીર રહેલાં છે “ જીવો રેવા સનાતન: ” એ વચન અનુસાર કાર્મણ શરીરના ગર્ભગૃહમાં આત્મદેવ બિરાજમાન છે. આપણું આ માનવદેહરૂપી મંદિરમાં જિનદશાનો અનુભવ કરવાને છે. જિનદશા એટલે ઈન્દ્રિયોને પ્રત્યાહાર અને મનની બહિર્મુખતાને પરિહાર. આ દશા પ્રાપ્ત કરવા માટે પર માત્માના નામરૂપ મંત્રને અભ્યાસ ઘણે જોઈએ. - મંત્રજપ વખતે મન, પવન અને અર્થભાવનયુક્ત મંત્ર, એ ત્રણેની એકતા થવી જોઈએ. શ્વાસ લેતાં “નમો અને શ્વાસ મૂકતાં “fહેંતાળ” એ રીતે શ્વાસોશ્વાસ સાથે મંત્ર જાપ થવાથી શ્વાસનુસંધાન થાય છે. તાત્પર્ય એ. છે કે શ્વાસોશ્વાસ, મન અને અર્થભાવનયુક્ત મંત્ર એ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy