SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શુદ્ધ સુવાસના સુરભિ સમીરે, મિશ્યામત રજ ઝટકો દંભ પ્રપંચ જોર જિમ ન હોય, પટક કરકે મોહ નટકે. ધર્મસંન્યાસ યોગ શિરપાગત, બંધત પર જય પટકે; દર્શન ચકે કર્મ પતિસું, કરત સદા રણ ટકે. પ્રભુ ૪ વીતરાગતા દિલમેં ભાસત, નહીં અવર ખલ ખટકે; પૂરવ સંચિત પાતક જાતક, અમથી દૂરે સટકે. પ્રભુ ૫ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાથે ભવે ભવે ભવી નહિ ભટકે; આઈ મિલે મ્યું એકી ભાવે, શિવસુંદરી કે લટકે. પ્રભુ ૬ અક્ષયગુણને ખજાને છે, તેમાંથી એક કટકો મને પ્રેમપૂર્વક આપે. ૨ શુદ્ધ ભાવનારૂપી સુગંધી વાયુથી મિથ્યાત્વરૂપી રજને દૂર કરો. મોહરૂપી નટને એવી રીતે પટકી નાખો-પાડી નાંખે કે જેથી દંભ અને પ્રપંચનું જોર ન ચાલે. ૩ મસ્તક ઉપર ધર્મસંન્યાસ ગરૂપ પાઘડી બાંધે. તેની ઉપર બીજા શત્રુને જીતવારૂપ વસ્ત્ર બાંધો અને દર્શનસમ્યકત્વરૂપ ચક્ર વડે કર્મરાજા સાથે હંમેશા યુદ્ધ કરો. ૪ હૃદયમાં વીતરાગપણને પ્રકાશ થાઓ. બીજે કપટભાવ ન રહે. પૂર્વે બાંધેલા પાપને સમૂહ અમારાથી દૂર ભાગી ભાવ-નાશ પામે. ૫ શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ કહે છે કે-પ્રભુના ધ્યાનના પ્રસાદથી ભવ્ય પ્રાણું વારંવાર સંસારમાં ભટકતા નથી. લટકાળી શિવસુંદરી એકવભાવથી આવી મળે છે. ૬
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy