SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ મનમંદિર છે મારું રે. પ્રભુ! તુજ વસવા લાગ રે; સુખ૦ માયા-કટક કાઢીયા રે, કીધો કોધ-રજ ત્યાગ રે. ગુણ- ૪ પ્રગટી સુરુચિ-સુવાસના રે, મૃગમદ મિશ્ર કપૂર રે, સુખ૦ ધૂપઘટી ઈહ મહમહે રે, શાસન-શ્રદ્ધા પુર રે. ગુણ૦ ૫ કિરિયા શુદ્ધ બિછાવણા રે, તકિઆ પંચ આચાર રે, સુખ૦ ચિહુ દિશ દીવા ઝગમગે રે, જ્ઞાન રતન વિસ્તાર છે. ગુણ૦ ૬ હે પ્રભુ! મારું મનમંદિર (મનરૂપ મંદિર) તમારે રહેવા યોગ્ય કર્યું છે. તેમાંથી માયારૂપી કાંટાઓ કાઢી નાંખ્યા છે દૂર કર્યા છે, ક્રોધરૂપ રજ (ધૂળ)ને ફેંકી દીધી છે. વાળી-ચોળીને સાફ કરેલ છે. ૪ - સુરુચિ સમકિતદષ્ટિરૂપ સુવાસના પ્રગટી છે. સમકિતથી મારા મનમંદિરને સુવાસિત-સુગંધી કરેલ છે. આપના શાસનની શ્રદ્ધારૂપ કસ્તુરી અને કપૂરથી યુક્ત ધૂપઘટા અહીં મઘમઘી રહી છે.-સુગંધ ફેલાવી રહેલ છે. ૫ શુદ્ધ ક્રિયારૂપ બીછાના-આસન મારા મનમંદિરમાં પાથર્યા છે. પાંચ આચારરૂપી તકીયા ગોઠવ્યા છે. જ્ઞાનના વિસ્તારરૂપ રત્નમય દવાઓ ચારેય દિશામાં ઝગમગી રહ્યા છે. પ્રકાશી રહ્યા છે. ૬
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy