________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ બાદ પણ ભય આપનારી વેદનાઓ મેં નરકમાં સહન કરેલી છે. (૭૨-૬૬૫)
जारिसा माणुसे लोए, ताया ? दीसन्ति वेयणा । इत्तो अणंतगुणिया, नरएसु दुक्खवेयणा । ७३॥ यादृश्यो मानुषे लोके, तात ! दृश्यन्ते वेदनाः । इतोऽनन्तगुणिता, नरकेषु दुःखवेदनाः ।। ७३ ॥
અર્થ-પિતાજી! મનુષ્યલેકમાં જે પ્રકારની–જેવ વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણ દુઃખ રૂપ વેદનાઓ નરકમાં છે. (૭૩-૬૬)
सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तपि. जं साया नस्थि वेयणा ॥७४॥ सर्वभवेवसाता, वेदना वेदिता मया । निमेषान्तरमात्रमपि, यत्साता नास्ति वेदना ॥ ७४ ॥
અર્થ-નિમેષ માત્રના આંતરા વગર અર્થાત્ નિરંતર સર્વ ભવમાં દુઃખને અનુભવ છે પણ સુખને અનુભવ નથી. અહીં વૈષયિક સુખ પણ ઈર્યા આદિ અનેક દુખેથી ઘેરાયેલ હેઈ અને કટુક વિપાક દેનાર હેઈ દુઃખ રૂપ છે–એમ સમજવું. આવી વ્યથાને અનુભવ કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭) तं बितऽमापियरो. छन्देणं पुत्त ! पव्वया । नवर पुण सामण्णे, दुक्खं निप्पडिकम्मया ॥७५।।