________________
૧૫૩
શ્રી સામાચારી અધ્યયન-૨૬
अभ्युत्थानं गुरुपूजायां, अवस्थाने उपसम्पत् । एवं द्विपञ्चकसंयुक्ता, सामाचारी प्रवेदिता ॥७॥
| | ત્રિમિષિમ્ | અથ–હવે વિષય-વિભાગથી આ સામાચારી કહે છે. (૧) તથાવિધ જ્ઞાનાદિ આવશ્યક હેતુ ઉપસ્થિત થવાથી ઉપાશ્રય વગેરે સ્થાનમાંથી બહાર નીકળતાં “અવશ્યકી નામની પહેલી સમાચારી સાચવવી, અર્થાત્ આવસહી બેલીને ગુરૂઆજ્ઞાપૂર્વક બહાર જવું.
(૨) ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશ કરતાં ગમન આદિના નિષેધ રૂ૫ “ધિકી' નામની બીજી સામાચારી સાચવ યાને પ્રવેશતાં “નિશીહિ' શબ્દ બેલ.
(૩) “આ કાર્ય હું કરું કે નહિ ઈત્યાદિ પૂછવા રૂપ અર્થાત્ પોતાના કેઈ પણ કાર્યને સ્વયં કરવામાં ગુરુને પૂછવા રૂપ “આપ્રચ્છના' નામની ત્રીજી સામાચારી સાચવવી.
(૪) અન્ય કાર્ય કરવામાં પણ ગુરુને પૂછવું. ગુરુએ જેડ્યો હોય છતાં ફરીથી પ્રવૃત્તિના કાળમાં ગુરુને પૂછવા રૂપ પ્રતિપ્રચ્છના” નામની થિી સામાચારી જાણવી.
(૫) પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિ દ્રવ્ય સમુદાયમાંથી શેષ સાધુઓને “આ આહારાદિ હું લાવ્યો છું, તે જે કેઈને ઉપયોગી થાય તે ઈરછા પ્રમાણે લે.”—એમ આપવા માટે આમંત્રણ કરવું, તે “છંદના” નામની પાંચમી સામાચારી સમજવી.
(૬) પિતાની ઈચ્છાથી તે તે કાર્ય કરવું તે “ઈચ્છાકાર.”