________________
શ્રી ઉરભીયાધ્યયન-૭ आसनं शयनं यानं, वितं कामान् भुक्त्वा । दुःसंहृतं धनं त्यक्त्वा, बहु सचित्य रजः ॥८॥ ततः कर्मगुरुर्जन्तुः, प्रत्युत्पन्नपरायणः । अजवत आगते आदेशे, मरणान्ते शोचति ॥९॥ युग्मम् ॥
અર્થ–સિંહાસન વિ. આસન, પલંગ વિ. શયન, રથ વિ. વાહન, સેનું વિ. ધન, શબ્દ વિ. કામોને ભેગવી, દુખે ભેગું કરેલું ધન, જુગાર વિ.માં વાપરીને, આઠ પ્રકારનું કર્મ ઉપાર્જને, ભારેકમ જીવ, નાસ્તિક મતના અનુસારે પરલેકનિરપેક્ષ માત્ર વર્તમાનમાં પરાયણ જેમ ઘેટે મહેમાન આવતાં શેક કરે છે, તેમ અવસાનના અવસરે શેક કરે છે. (૮૯, ૧૮૪+૧૮૫) तओ आउ परिक्खीणे, चुआ देहा विहिंसगा। आसुरिअं दिसं बाला, गच्छंति अवसा तमं ॥१०॥ ततः आयुषि परिक्षीणे, च्युता देहान् विहिंसकाः । आसुरी दिशं बालाः गच्छन्ति अवशास्तमाम् ॥१०॥
અર્થ-શેક કર્યા બાદ વિવિધ પ્રકારથી પ્રાણિહિંસક શરીરથી છૂટે થયેલ બાલ જીવ, આયુષ્યને નાશ થતે છતે પરવશ બને, અંધકારવાળી નરકગતિમાં જાય છે. (૧૦-૧૮૬) जहा कागणिए हेउ, सहस्सं हारए नरो । अपत्थं अवगं भुच्चा, राया रज्जं तु हारए ॥११॥