________________
શ્રી પરીષહાધ્યયન-૨
२७
વખતે–સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેતક પણ થાય છે. આ બે અવસ્થામાં અચેલત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકારક જાણ, જ્ઞાની કેઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. ૧૩-૬૧. गामाणुगामं रीअंत, अणगारं अकिंचणं ।। अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ॥१४॥ प्रामानुग्रामं रीयमाणं, अनगारम् अकिञ्चनम् । अरतिः अनुप्रविशेत् , तं तितिक्षेत परीषहम् ॥१४॥
અથ–ગ્રામાનુગ્રામ વિચરતા અપરિગ્રહી સાધુને જે મનમાં સંયમની અરુચિ પેદા થાય. તે આ અરતિરૂપ પરીષહ સહન કરીને સંયમની અરુચિને મનમાંથી હટાવવી. ૧૪-૬૨. अरई पिट्टओ किच्चा, विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे, उपसंते मुणी चरे ॥१५॥ अरतिं पृष्ठतः कृत्वा, विरतः आत्मरक्षितः । धर्मारामे निरारम्भः, उपशान्तः मुनिश्चरेत् ॥१५॥
અર્થવિરતિવાળે, અપધ્યાન વિ.થી આત્માને રક્ષક, “આ ધર્મમાં વિદનરૂપ છે –આવી રીતે અરતિને તિરસ્કાર કરી ધર્મમાં રતિવાળે બને; નિરારંભી ઉપશાંત બની મુનિ તરીકે ધર્મના બગીચામાં વિચરે. ૧૫-૬૩. संगो एस मणुस्साणं, जाओ लोगंमि इथिओ । जस्स एआ परिणाया, सुकर्ड तस्स सामण्णं ॥१६॥