________________
પ્રકાશકીય......≈
આજે આપની સમક્ષ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૧ પુનરાવૃત્તિરૂપે પ્રકાશિત કરતાં અતીવ હર્ષ થાય છે.
આજથી લગભગ ૧૬ વર્ષ પહેલાં અમોએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને બે ભાગરૂપે સંસ્કૃત છાયા ગુજરાતી ભાવાર્થ સાથે ૩૬ અધ્યયનોથી સંપૂર્ણ ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
સાધુ-સાધ્વીઓને અભ્યાસ માટે આ ગ્રંથ એટલો ઉપયોગી બની ગયો કે, તેની નક્લો થોડા જ સમયમાં ખલાસ થઇ ગઇ. તો પણ સાધુ-સાધ્વીઓની માંગણી એટલી બધી આવી કે જેના માટે જલ્દી ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ થઇપડી. આ ગ્રંથ બુકાકારે હોવાથી વિહારમાં પણ સાથે રાખવામાં ઘણી સુગમતા રહે છે. ઘણા સાધુ-સાધ્વીજી મ.આદિની આવી જ રીતે આવશ્યક ક્રિયાના સૂત્રોને પણ ભાવાર્થ સાથે બુક પ્રકાશિત કરવાની વિનંતી આવી છે. જેને અવસરે સ્થાન આપવાનું સંસ્થા વિચારી રહી છે.
અમારી સંસ્થાના સદા ઉત્કર્ષને ચાહતા પરમોપકારી સ્વ. ભદ્રપ્રકૃતિ પરમ પૂ. આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપકારના શા વર્ણન કરીયે..! તેઓશ્રીની અમીદૃષ્ટિ સંસ્થા પર વર્ષતી રહે, એજ વંદના સાથે અર્જ કરીયે છીએ. પુસ્તક પ્રકાશન આદિ કાર્યમાં સહયોગ અર્પનાર પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ.સા., મુનિવર્ય શ્રીવિક્રમસેન વિ.મ.આદિને કેમ વિસરાય...... તેઓશ્રી સંસ્થાના પ્રકાશનો પ્રત્યે આત્મિયભાવે સુંદર સહકાર આપતા જ રહે છે. તેઓશ્રીને વંદના કરી આનંદ અનુભવીયે છીએ. પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયોગ-દાતા શ્રુતપ્રેમી મહાનુભાવો તથા શ્રુતધર્મરસીક સંધની સહર્ષ નોંધ લેતાં તેમની શ્રુતધર્મપ્રતિ ભક્તિની અનુમોદના કરી આભાર માનીએ છીએ . જેઓ આવી રીતે સમ્યજ્ઞાનની ભક્તિ કરતા રહી આત્માની સાચી લક્ષ્મી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે.
પુસ્તકને શુદ્ધ અને સ્વચ્છ રીતે પ્રકાશન કરવામાં ભરત પ્રિન્ટરીના સહયોગને આ તકે કેમ ભૂલાય ! તેમની મહેનત વગર આવું સુંદર પ્રકાશન ન જ થાત.....! અંતમાં સૂત્રના અધિકારી સાધુ-સાધ્વી આ અધ્યયનોને ભણીભણાવી કર્મ નિર્જરા કરી આત્મકલ્યાણ સાથે એજ શુભ પ્રાર્થના.
પ્રકાશક