________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૭૩
मायाबुइअमेअंतु, मुसाभासा निरस्थिआ। संजममाणो वि अहं, वसामि हरिआमि अ॥२६।।
मायोक्तं एतद् तुः, मृषाभाषा निरर्थिका । संयच्छन्नेव अहं, वसामि ईरे च ॥२६॥
અર્થ–ક્રિયાવાદીઓએ જે પૂર્વે કહેલ છે તે સઘળું માયાપૂર્વકનું કથન છે તથા તેઓની જુઠ્ઠી વાણું, વાસ્તવિકઅર્થ વગરની છે. આથી હું ક્રિયાવાદીઓ વિ.ની વાણુશ્રવણ વિ.થી સર્વથા દૂર રહીને જ સ્વસ્થાનમાં રહું છું અને ગોચરી વિ.ના કારણે બહાર જાઉં છું. (૨૬-૫૬૫) सम्वे ते विहआ मज्झं, मिच्छादिट्ठी अणारिआ । विज्जमाणे परे लोए, सम्मं जाणामि अप्पयं ॥२७॥
सर्वे ते विदिता मम, मिथ्यादृष्टयः अनार्याः । विद्यमाने परलोके, सम्यग जानाम्यात्मानम् ॥२७॥
અથ–સઘળાં યિાવાદીઓ વિ.ને, મેં પશુહિંસા વિ. અનાર્ય કાર્ય કરનારા હોઈ અનાર્ય અને મિથ્યાષ્ટિ તરીકે જાણી લીધા છે, કેમ કે બીજા ભવમાંથી આવેલા તે આત્માએને હું જાણું છું; અર્થાત્ પરલેક અને આત્માનું સમ્યગજ્ઞાન હોવાથી મેં એકાંતવાદીઓને જાણ્યા છે, એટલે તેમણે કહેલ વાણીનું શ્રવણ વિ. મેં બંધ કરી દીધેલ છે.(૨૭–૫૬૬) अहमासि महापाणे, जुइमं वरिससओवमे । बा सा पाली महापाली, दिव्या परिससओवमा ॥२८॥ ૧૮