________________
૧૬૦
ઉત્તરાધ્યયનસત્ર સાથે
અર્થ-આ પ્રમાણે અધ્યાપકના વચનનું ખંડન થતું જોઈ તેમના છાત્રો કહે છે કે–અમારા અધ્યાપકેની સામે તમે વિરૂદ્ધ કેમ બોલે છે તેથી તમને ધિક્કાર છે. અમારી સમક્ષ અમારા અધ્યાપકોનું અપમાન અમે કેમ સહન કરી શકીએ? ભલે અમારું આ અન્નપાન ખરાબ થઈ જાય. હે નિગ્રંથ ! તમને આ અનપાન જરા પણ આપીશું નહિ. કેમ કે–તમે અમારા ગુરુના શત્રુ છે. (૧૬-૩૫૩)
समिईहिं मन्झ सुसमाहिअरस,
___ गुत्तीहिं गुत्तस्स जीइंदिअस्स । जइ मे न दाहित्थ अहेसणिजं,
किमज्ज जन्नाण लभित्थ लाभम् ॥१७॥
समितिभिर्मह्यं सुसमाहिताय,
गुप्तिभिर्गुप्ताय जितेन्द्रियाय । यदि मे न दास्यथ अथैषणीयं,
किमद्य यज्ञानां लप्स्यध्वे लाभम् ॥१७॥
અર્થ_હવે યક્ષ જવાબ આપે છે કે-ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓથી સારી રીતિએ સમાધિસંપન્ન, મને ગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓથી યુક્ત અને જિતેન્દ્રિય એવા મને, નિર્દોષ આહારને જે કારણે આપવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે કારણથી આ વખતે યજ્ઞનો પુણ્યપ્રાપ્તિરૂપ લાભ તમે શું પામી શકશે ખરા કે ? (૧૭–૩૫૪)