________________
શ્રી હરી કેશીયાધ્યયન-૧૨
૧૫૩ પાંચ સમિતિઓમાં જયણવાળ, સંયમયુક્ત, સારી સમાધિવાળે, મન-વચન-કાયાના અશુભ વ્યાપારની નિવૃત્તિરૂપ ગુપ્તિવાળે અને ઇન્દ્રિયવિજેતા તે મુનિ, ગેચરી વહોરવા માટે બ્રાહ્મણ દ્વારા જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે એવા યજ્ઞમંડપમાં આવ્યા. (૨ + ૩, ૩૩૯+૩૪૦) तं पासिऊणमेज्जतं, तवेण परिसोसि । पंतोवहिउवगरणं, उवहसंति अणारिआ ॥४॥ तं दृष्ट्वा आयान्तं, तपसा परिशोषितम् । प्रान्तोपध्युपकरणं, उपहसन्ति अनार्याः ॥४॥
અર્થ – છઠ્ઠ વિ. તપથી કૃશ બનેલ, જીરું અને મલિન હોઈ અસાર તેમજ, વસ્ત્ર, પાત્ર વિ. રૂપ ઔધિક પધિ અને દંડ વિ. ઔપગ્રહિક ઉપકરણવાળા, તે હરિકેશબલ મુનિને આવતા જોઈને અશિષ્ટ બ્રાહ્મણે હસે છે. (૪-૩૪૧) जाईमयपडित्थद्धा, हिंसगा अजिइंदिआ । अबंभचारिणो बाला, इमं वयणमब्बवी ॥५॥ जातिमदप्रतिस्तब्धाः हिंसकाः अजीतेन्द्रियाः । अब्रह्मचारिणो बाला, इदं वचनमब्रुवन् ।।५॥
અર્થ - અમે બ્રાહ્મણો છીએ.'- એવા જાતિમદથી મત્ત બનેલા, પ્રાણીઓના પ્રાણોને લૂંટનારા, ઇન્દ્રિયને નહિ જીતનારા, મૈથુન સેવનારા અને બાલક્રીડા જેવા અગ્નિહમ વિ. યજ્ઞોમાં પ્રવૃત્તિ હેવાથી બાલ એવા